26 વર્ષે લક્ઝુરિયસ કાર કલેક્શન અને કરોડોની પ્રોપર્ટીની માલિક છે આ બ્યુટીફૂલ એક્ટ્રેસ…
બોલીવુડ એક્ટ્રેસ અનન્યા પાંડે (Ananya Panday) આવતીકાલે પોતાનો 26મો બર્થડે સેલિબ્રેટ કરશે. 2019 માં સ્ટુડન્ટ ઓફ ધ યર 2′ થી પોતાના કરિયરની શરૂઆત કરનાર આ યંગ એક્ટ્રેસ આજે કરોડોની સંપત્તિની માલિક છે. પાંચ વર્ષમાં અનન્યાએ ઈન્ડસ્ટ્રીમાં અલગ આગવી ઓળખ ઉભી કરી છે.
આ પણ વાંચો : Ananya Panday: જલપરીના ફોટોશૂટે ચાહકોના ઉડાવ્યા હોશ…
અનન્યાએ 2023 માં ધનતેરસ પર પોતાના નામે ઘર ખરીદ્યું હતું અને આ સિવાય અનન્યા પડે લકઝુરિયસ કારનું કલેક્શન પણ છે. 1.70 કરોડ રૂપિયાની શાનદાર બીએમડબલ્યુ 7 સિરીઝની કાર છે. અનન્યાના કાર કલેકશનમાં 1.84 કરોડ રૂપિયાની રેન્જ રોવર સ્પોર્ટ, 88 લાખ રૂપિયાની મર્સિડીઝ બેન્ઝ ઈ ક્લાસ, 33 લાખ રૂપિયાની સ્કોડા કોડિયાક અને 30 લાખ રૂપિયાની હ્યુન્ડાઈ સાન્તા ફે કારનો સમાવેશ થાય છે.
વૈભવી જીવન શૈલીમાં અનન્યા પાંડેનો કોઈ જવાબ નથી. અનન્યા 26 વર્ષની ઉંમરમાં કરોડોની માલિક છે. મીડિયા રિપોર્ટસમાં કરવામાં આવેલા દાવા અનુસાર 2019માં અનન્યાની નેટવર્થ 54 કરોડ રૂપિયા હતી. 2020માં આ સંપત્તિ વધીને 58 કરોડ, 2021માં તે વધીને 66 કરોડ અને 2022માં આ આંકડો 70 કરોડ રૂપિયા જેટલી પહોંચી ગઈ હતી. હાલમાં અનન્યાની સંપત્તિ 74 કરોડ રૂપિયાની જેટલી છે. અનન્યા પાંડે વિશે એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવે છે કે તે દર મહિને 60 લાખ રૂપિયા એટલે કે વર્ષના 7 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને તે પોતાની એક ફિલ્મ માટે 3 કરોડ રૂપિયાની ફી વસુલે છે. આ સિવાય તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની મદદથી મોટી રકમની કમાણી કરી છે.
અનન્યા ઈન્સ્ટાગ્રામ પર એક સ્પોન્સર્ડ પોસ્ટ માટે એક્ટ્રેસ 50 લાખ રૂપિયા વસૂલે છે. તે અનેક બ્રાન્ડની બ્રાન્ડ એમ્બેસેડર છે જેમાં સ્કેચર્સ ઈન્ડિયા, સ્વારોવ્સકી, પુમા, લેકમે, ફાસ્ટટ્રેક પરફ્યુમ, મેબેલીન, જેબીએલ અને ગારનિયરનો સમાવેશ થાય છે. આ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે અનન્યા 60 લાખ રૂપિયાની ફીસ ચાર્જ કરે છે.
આ પણ વાંચો : હાર્દિક પંડયા નહીં અંબાણી પરિવારના આ મહેમાન સાથે અનન્યાની રિલેશનશિપ કન્ફ્રર્મ!
અનન્યા પાંડેએ પાંચ વર્ષના ફિલ્મી કરિયરમાં અનેક ફિલ્મો કરી છે જેમાં પતિ, પત્ની ઔર વો, ડ્રીમ ગર્લ 2, લાઈગર, ખાલી પીલી, ખો ગયે હમ કહાં અને સીટીઆરએલ જેવી ફિલ્મનો સમાવેશ થાય છે. આ પહેલાં અનન્યા વેબ સિરીઝ કોલ મી બેમાં પણ જોવા મળી ચૂકી છે. હવે તે. અક્ષય કુમાર સાથે ફિલ્મ અનટોલ્ડ સ્ટોરી ઓફ સી. શંકરન નાયરમાં પણ જોવા મળશે.