Anant-Radhika’s pre wedding function: જાહન્વીએ બોયફ્રેન્ડ પર લૂંટાવ્યો પ્રેમ…
રોમઃ અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં જાહન્વી કપૂર (Anant Radhika’s pre-wedding function) અને બોયફ્રેન્ડ મોજ કરતી જોવા મળી. બોલીવુડની જાણીતી અભિનેત્રી જાહન્વી કપૂર પોતાની ફિલ્મ કરતા અત્યારે રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં એક વીડિયો જોરદાર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં અનંત રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનનો છે, જેમાં એકબીજા પર વ્હાલ વરસાવતા જોવા મળ્યા હતા.
વીડિયોમાં જાહન્વી કપૂર પ્લેટમાં કંઈ ખાઈ રહી હતી ત્યારે તેની બાજુમાં રહેલા શિખર પહાડિયા તેને પોતાના હાથથી કંઈ ખવડાવવાનો ઈશારો કરે છે ત્યાર બાદ જાહન્વી કપૂર તેની ચમચીથી ખવડાવે છે. વીડિયોને જોઈને સોશિયલ મીડિયા પર પણ લોકો તેમને બેસ્ટ કપલની ટેગ આપી હતી. ચાહકોને તેમની કેમેસ્ટ્રી પણ ગમે છે.
શિખર પહાડિયા કોણ છે તો જાહન્વી કપૂર ફિલ્મોમાં આવ્યા પહેલા તેની સાથે રિલેશનશિપમાં હતી. શિખર પહાડિયા સિવાય અન્ય કલાકારો સાથે પણ જાહન્વીનું નામ જોડાઈ ચૂક્યું છે. આમ છતાં તેમની સાથે સંબંધો લાંબા નહીં ટક્યા પછી ફરી શિખર પહાડિયાની સાથે નામ ચર્ચાતું રહે છે. બંને અવારનવાર તિરુપતિ હોય કે પછી ઉજ્જૈન મહાકાલના મંદિરમાઁ પણ જાય છે. આ શિખર પહાડિયા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર શિંદેનો પૌત્ર છે. રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવવા શિખર પહાડિયા એક બિઝનેસમેન છે.
જાહન્વી કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહી રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં સાઉથના સ્ટાર રાજ કુમાર રાવ છે. આ અગાઉ વરુણ ધવન સાથે બવાલ ફિલ્મમાં જોવા મળી હતી. એના સિવાય રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળી હતી.