મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

અનંત અને રાધિકા પાડશે પ્રભુતામાં પગલાં : ગુજરાતી પાનેતર સાથે રાધિકાની તસવીરો આવી સામે

મુંબઈ: દેશના સૌથી મોટા શ્રીમંત અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બંનેએ પ્રભુતામાં પગલાં પાડવાના છે. 12 જુલાઇના રોજ યોજાયેલ આ લગ્નમાં બૉલીવુડથી લઈને ખેલ જગત, રાજનીતિની મોટી હસ્તીઓ સહિત અનેક વિદેશી મહેમાનો હાજર રહ્યા છે. દીકરા અનંતના લગ્નની વિધિ મુંબઈ ખાતેના જિયો વર્લ્ડ સેન્ટર ખાતે યોજવામાં આવી હતી. આ પ્રસંગે અંબાણી પરિવારના નિવાસસ્થાન એન્ટાલિયાને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. લગ્નમાં અંબાણી પરિવારની સાથે અનંત અને રાધિકા ખૂબ જ સુંદર લાગી લાગી રહ્યા છે.

Anant and Radhika will take steps in dominance: Pictures of Radhika with Gujarati Panetar surfaced

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન બિઝનેસમેન વિરેન મર્ચન્ટની દિકરી રાધિકા સાથે થયા છે. આજે અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટને પોતાની દુલ્હન બનાવી છે. પોતાના લગ્નમાં અનંત અંબાણીએ ઓરેન્જ કલરની શેરવાની પહેરી હતી જેમાં તેઓ એકદમ હેન્ડસમ દેખાતા હતા, તેની સાથે તેમણે સ્ટાઇલિશ ગોલ્ડન કલરના શૂઝ પણ પહેર્યા હતા. લગ્નનું મુર્હુત 9:30 વાગ્યાનું છે પરંતુ તે પહેલા રાત્રે 8:00 વાગ્યે જયમાલા વિધિ કરવામાં આવી હતી. રાધિકા ગુજરાતી લાલ અને સફેદ કલરના પરંપરાગત ગુજરાતી પાનેતરમાં જોવા મળી હતી. પોતાના લગ્નમાં એક ગુજરાતણ સ્ત્રીની જેમ જ રાધિકા તૈયાર થઈ હતી. તેના દુલ્હન વેશને અબુ જાની અને સંદીપ ખોસલાએ તૈયાર કર્યો છે.

આ પણ વાંચો : Anant Ambani- Radhika Merchant Wedding : રાજકુમારની જેમ શાનથી જાન લઈને Ambani Family સાથે નીકળ્યા વરરાજા Anant Ambani

અનંત અંબાણીના લગ્નમાં દેશની જ નહિ પણ દુનિયાભરની હસ્તીઓ સામેલ થઈ છે અને તમામ લોકો લગ્ન સમારંભમાં હાજરી આપવા માટે વર્લ્ડ જિયો સેન્ટર ખાતે પહોંચ્યા હતા. લગ્ન સમારંભ હાજર રહેલી તમામ હસ્તીઓ પોતાના આગવા અંદાજમાં આવી હતી. બૉલીવુડના પ્રખ્યાત ફિલ્મ મેકર વિનોદ ચોપડા પણ પોતાના પરિવાર સાથે જોવા મળ્યા હતા. અર્જુન કપૂર તો પોતાની શેરવાની પર “આજ મેરે યાર કઈ શાદી હૈ” લખાવીને જિયો વર્લ્ડ સેન્ટર પહોંચ્યા હતા.

Anant and Radhika will take steps in dominance: Pictures of Radhika with Gujarati Panetar surfaced

આ પ્રસંગે બિહારથી લાલુ પ્રસાદ યાદવ પણ નવયુગલને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા. બાબા રામદેવ, બ્રિટનના બ્રિટિશ ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર પત્ની ચેરી બ્લેયર સાથે પહોંચ્યા હતા. આ સાથે તેલુગુ આર્ટિસ્ટ રામ ચરણ પત્ની ઉપાસના સાથે પહોંચ્યા હતા. સાઉથના દિગ્ગજ ફિલ્મ કલાકાર રજનીકાંત પણ લગ્નમાં ખૂબ જ ઉત્સાહથી નાચતા જોવા મળી રહ્યા હતા. ફાઈટર જોન સીના, રણવીર સિંહ, સંજય દત્ત, પ્રિયંકા ચોપરા અને અર્જુન કપૂરે ખૂબ ડાન્સ કર્યો હતો. પુત્રના લગ્નમાં માતા નીતા અંબાણીએ પણ ડાન્સ કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button