ટોપ ન્યૂઝમનોરંજન

એકબીજાના થયા અનંત-રાધિકા, લગ્નનો પહેલો ફોટો જોઈને દિલ થઈ જશે Happy Happy…

મુંબઈ: આટલા દિવસોથી અંબાણી પરિવાર અને મર્ચન્ટ પરિવાર (Ambani Family- Merchant Family) જે પળની રાહ જોઈ રહ્યા હતા એ ક્ષણ આવી ગઈ છે. બીકેસીના જિયો વર્લ્ડ સેન્ટર ખાતે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant)ના લગ્ન સંપન્ન થયા હતા. લગ્ન બાદ કપલની પહેલી તસવીર પણ સામે આવી ગઈ છે અને આ તસવીરમાં અનંત અને રાધિકા એકબીજામાં ખોવાયેલા જોવા મળી રહ્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના આ ફોટો પરથી નજર હટાવવી અઘરી છે.

અબુજાની સંદીપ ખોસલા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા સરસમજાના સફેદ રંગના ડિઝાઈનર પાનેતરમાં રાધિકા એકદમ પરી જેવી સુંદર લાગી રહી હતી તો સામે દુલ્હેરાજા અનંત અંબાણી પણ કંઈ પાછળ પડે એવા નહોતા. લાલ અને ગોલ્ડન કલરની શેરવાનીમાં અનંત અંબાણી પણ કોઈ પ્રિન્સ ચાર્મ જેવો શોભી રહ્યો હતો.

સોશિયલ મીડિયા પર વાઈરલ અનંત અને રાધિકાના લગ્ન પછીના પહેલાં ફોટોમાં બંને વચ્ચે એક અજબ કેમેસ્ટ્રી જોવા મળી હતી. એકબીજાના હાથમાં હાથ થામીને એકબીજાની આંખોમાં ખોવાઈ ગયેલું ન્યુલી વેડ કપલ એકદમ અડોરેબલ લાગી રહ્યું છે.
જયમાલા સમયે પણ બંને પરિવારના સભ્યો તેમ જ અનંત અને રાધિકાએ ખૂબ જ ધમાલ અને મસ્તી કરતાં જોવા મળ્યા હતા. આનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. જો તમે પણ ન જોયો હોય તો જોઈ લો અહીં…

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની આ ગ્રાન્ડ વેડિંગ સેરેમનીની તૈયારીઓ કેટલાય મહિનાઓથી ચાલી રહી છે અને આખરે આજે એ દિવસ પણ આવી ગયો જેના માટે કેટલાય લોકોએ દિવસ રાત એક કરીને મહેનત કરી છે.

અંબાણી પરિવાર અને મર્ચન્ટ પરિવાર દ્વારા લગ્નમાં હાજરી આપવા દેશ વિદેશથી મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આટલું ઓછું હોય તેમ હવે બે દિવસ આશીર્વાદ સમારોહ અને રિસેપ્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એવું કહેવાઈ રહ્યું છે કે ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવ દંપતિને આશીર્વાદ આપવા મુંબઈ આવી રહ્યા છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button