Anant-Radhika Sangeet: Ranveerના બર્થ ડેની ગિફ્ટ આ રીતે આપી દીપિકાએ
આજે રણવીર સિંહનો 39મો જન્મદિવસ છે ત્યારે સ્વાભાવિક રીતે પત્ની દીપિકાએ તેને મોંઘીદાટ ગિફ્ટ આપી જ હશે તેમ આપણે માનીએ છીએ, પણ રણવીર માટે બર્થ ડે ગિફ્ટ તો કંઈક અલગ જ છે.
દીપિકાએ પોસ્ટ કરેલા બે ફોટા જ રણવીરને ખુશ કરવા પૂરતા છે. દીપિકાના પર્પલ સાડીમાં ફોટાએ માત્ર રણવીરને નહીં સોશિયલ મીડિયાને પણ ખુશ ખુશ કરી નાખ્યું છે.
પ્રસંગ હતો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સંગીત નાઈટનો. જેમાં બોલીવૂડજગતના સિતારાઓ ઝગમગ્યા હતા. આ બધા વચ્ચે બેબી બમ્પ સાથે આવેલી દીપિકા પદુકોણ સૌને ગમી ગઈ. દીપિકાની સાડીએ હમ આપ કે હૈ કૌનની માધુરી દિક્ષિતની યાદ પણ અપાવી દીધી. દીપિકાએ સાડી સાથે અંબોડાની હેરસ્ટાઈલ પસંદ કરી હતી. આ સાથે તેણે જ્વેલરી પણ એટ્રેક્ટિવ પહેરી હતી.
દીપિકાએ પોતાના ફોટા ઈન્સ્ટા પર શેર કર્યા હતા અને કેપ્શન લખી હતી કે મારા બેબીને ફ્રાઈ ડે નાઈટ પાર્ટી કરવાનું મન થયું. તેના ફોટા પર રણવીરે માય બર્થ ડે ગિફ્ટ એમ પોસ્ટ કર્યું હતું.
તમે પણ જૂઓ કેવી લાગે છે દીપિકા.