Anant Ambani-Radhika Merchantના લગ્નમાં હાજરી આપવા… એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો!

અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના લગ્નને બે મહિનાનો સમય થઈ ગયો પણ હજી સુધી એમના લગ્નની ચર્ચાઓ કંઈ ઓછી થવાનું નામ નથી લઈ રહી. આ લગ્નમાં દેશ-વિદેશના મોટા-મોટા મહેમાનોએ હાજરી આપી હતી. અનેક રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે બી-ટાઉનના સેલેબ્સને અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપવા માટે પૈસા ઓફર કરવામાં આવ્યા હતા, હવે બી-ટાઉનની એક જાણીતી એક્ટ્રેસે આ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આવો જોઈએ શું છે આ ખુલાસો…
આ પણ વાંચો : હાર્દિક પંડયા નહીં અંબાણી પરિવારના આ મહેમાન સાથે અનન્યાની રિલેશનશિપ કન્ફ્રર્મ!
એક્ટ્રેસ અનન્યા પાંડે (Ananya Panday)એ હવે મૌન તોડીને સચ્ચાઈ જણાવી હતી. એટલું જ નહીં પણ અનન્યાએ આ લગ્નમાં હાજરી આપવાનો પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો. અનન્યાએ અનંત અને રાધિકા મર્ચન્ટ સાથેના તેના સંબંધો વિશે પણ વાત કરી હતી.
ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી પોતાના કરિયરની શરૂઆત કરનાર અનન્યા પાંડે અનંત-રાધિકાના લગ્નમાં જોરશોરથી ડાન્સ કરતી જોવા મળી હતી એના વિશે જ્યારે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે જણાવ્યું કે અનંત મારો સારો મિત્ર છે અને હું મારા મિત્રના લગ્નમાં નાચું એમાં શું ખોટું છે. લોકો એવું પણ કહી રહ્યા છે કે અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપવા માટે સેલેબ્સને પૈસા ઓફર કરવામાં આવ્યા હતા, પરંતુ એવું કશું જ નથી.
એટલું જ એક્ટ્રેસે અનંત અમને રાધિના સંબંધ વિશે પણ વાત કરતાં જણાવ્યું હતું કે રાધિકા અને અનંતનો સંબંધ એક પ્યોર લવ સ્ટોરી છે. જ્યારે પણ અનંત-રાધિકાને જોતા હતા ત્યારે તેમની આંખો માત્રને માત્ર પ્રેમ જ દેખાતો હતો. એવું લાગતું હતું કે તેમની પાછળ વાયોલિન વાગી રહી હોય.
આ પણ વાંચો : Hardik Pandya-Ananya Pandayની લવસ્ટોરીનું The End? જાણો કોણે કર્યો આવો ખુલાસો…
અનન્યાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં તે પોતાની રિલીઝ થયેલી પહેલી વેબ સિરીઝ કોલ મી બેની સફળતાનો સ્વાદ માણી રહી છે. આ સિરીઝમાં તેની સાથે વીર દાસ, ગુરુ ફતેહ પીરજાદા, વરુણ સુદ, વિહાન સમત, મુસ્કાર જાફરી, નિહારિકા લાયરા દત્ત, લિસા મિશ્રા અને મિની માથુર પણ જોવા મળ્યા હતા. આ સિવાય તે ટૂંક સમયમાં જ સીટીઆરએલમાં પણ જોવા મળશે.