રૂ.7000 કરોડના ક્રૂઝથી લઈને 800 VIP મહેમાનો સુધી, કંઇક આવો હશે અંબાણી પુત્રનો પ્રી વેડિંગ બેશ
દુનિયાના ધનકુબેરોની યાદીમાં સ્થાન પામતા અને એશિયાના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને પુત્રવધુ રાધિકાનો બીજો આ… લા.. ગ્રાન્ડ પ્રી વેડિંગ બેશ આજથી ઇટાલીમાં શરૂ થવા જઇ રહ્યું છે. ગઇ કાલે અમે તમને માહિતી આપી જ હતી કે એમાં દેશવિદેશના મહાનુભાવો ઉપરાંત બોલિવૂડની હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ બધા ઇટાલી જવા રવાના થઇ ગયા છે.
અંબાણી પરિવાર તેની ભવ્યતામાં કોઈ કસર છોડતો નથી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન પણ એ જ ભવ્યતા સાથે કરવામાં આવશે. લગ્ન પહેલાની પ્રથમ પ્રી વેડિંગ બેશે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું. આશા છે કે હવે સરપ્રાઈઝ સેકન્ડ પ્રી-વેડિંગ સેલિબ્રેશન પણ એટલું જ શાનદાર હશે.
Read More: Anant Ambani ને ઓળખો છો? ઈન્સ્ટાયુઝરનો સવાલ અને પછી કૉમેન્ટ્સનો મારો
શાહરૂખ ખાન, સલમાન ખાન, રણવીર સિંહ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જેવા કલાકારો પ્રી વેડિંગ બેશમાં પહોંચી ગયા છે. ઈટાલી અને ફ્રાન્સ વચ્ચેના સમુદ્રમાં ક્રુઝ પર મુસાફરી કરતી વખતે આ સમારોહ ઉજવવામાં આવશે.
રાધિકા અને અનંત 12 જુલાઈના રોજ Jio વર્લ્ડ સેન્ટરમાં લગ્ન સંબંધમાં બંધાશે, પરંતુ તે પહેલા તેમની પ્રી-વેડિંગ સેરેમની ઘણી લાઇમલાઇટ મેળવી રહી છે. એક ખાસ રિપોર્ટ અનુસાર, અંબાણી પરિવારે જામનગરમાં આયોજિત ત્રણ દિવસીય પ્રી-વેડિંગ ફંક્શનમાં 1,259 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. હવે ક્રૂઝ પર જે પાર્ટી રાખી છે, તેમાં પણ કરોડોનો ખર્ચ થશે. એમાં કોલંબિયન બ્યુટી શકીરાને પરફોર્મ કરવા માટે બોલાવવામાં આવી છે.
Read More: લક્ઝરી ક્રુઝ પર અંબાણી પુત્ર અનંતના બીજા પ્રી-વેડિંગ ફંક્શન માટે સેલિબ્રિટીઝ સ્પેન જવા રવાના
બીજો પ્રી-વેડિંગ બેશ પણ ત્રણ દિવસ સુધી ચાલશે. પ્રથમ 28 મેના રોજ ક્રુઝ પર મહેમાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. 28 મેની પાર્ટી વેલકમ લંચ થીમ સાથે શરૂ થશે, ત્યારબાદ “સ્ટેરી નાઈટ” ની સાંજની થીમ સાથે રાત ઢળશે. બીજા દિવસે પાર્ટી પ્રવાસી ચિક ડ્રેસ કોડ સાથે “અ રોમન હોલીડે” થીમ સાથે આગળ વધશે. 29 મેના રોજ રાત્રિની થીમ “લા ડોલ્સે ફાર નિએન્ટે” છે અને તે પછી સવારે 1 વાગ્યે “ટોગા પાર્ટી” થશે. આ દિવસની થીમ છે “વી ટર્ન વન અન્ડર ધ સન,” “લે માસ્કરેડ” અને “પાર્ડન માય ફ્રેન્ચ.” અંતમાં શનિવારે “લા ડોલ્સે વિટા” થીમ હશે જેમાં ઈટાલિયન ઉનાળાનો ડ્રેસ કોડ હશે.