Anant Haldi ceremony: વરરાજા સાથે કાકાને પણ પીઠી ચોડી, ઓછા દેખાતા અનીલ-ટીનાનો વીડિયો વાયરલ
મુંબઈઃ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરાના લગ્નને હવે માત્ર ત્રણ દિવસ બાકી છે. લગ્ન પહેલાની તમામ વિધિઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. અંબાણી પરિવારના દરેક સભ્ય આ મેગા ઈવેન્ટને ભવ્ય બનાવવા માટે વ્યસ્ત છે. છેલ્લા ઘણા મહિનાઓથી લગ્નના કાર્યક્રમો ચાલી રહ્યા છે, લગ્ન પહેલાની ઉજવણીઓ બાદ હવે પરંપરાગત વિધિઓ શરૂ થઈ હતી.
લગ્નની વિધિ મામેરુથી શરૂ થઈ હતી અને ત્યારબાદ સંગીત અને હલ્દી સમારોહ યોજાયો હતો. સોમવારે જ હલ્દી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડ સ્ટાર્સનો કાફલો જોવા મળ્યો હતો. જ્હાન્વી કપૂર, સારા અલી ખાન, અનન્યા પાંડે, સલમાન ખાન, રણવીર સિંહ જેવા ઘણા સ્ટાર્સે આ ઇવેન્ટમાં હાજરી આપી અને તેને ખાસ બનાવી. હલ્દી સેરેમનીમાં બધા જ પીળા રંગમાં રંગાયેલા જોવા મળ્યા, આ સ્ટાર્સે માત્ર પીળા આઉટફિટ જ નહીં પહેર્યા પરંતુ હળદરમાં નહાતા પણ જોવા મળ્યા.
જોકે સૌની નજર વરરાજાના કાકા પર હતી. વાત કરી રહ્યા છે ધીરુભાઈ અંબાણી પરિવારના નાના દીકરા અનીલ અંબાણીની. અનંત રાધિકાની પ્રિ-વેડિંગ અને હાલમાં ચાલી રહેલા લગ્ન સમારોહમાં
અનીલ અને ટીના અંબાણી પરિવાર સાથે હાજર તો રહ્યા છે, પણ મીડિયાની નજરે બહુ ઓછા ચડ્યા છે.
ત્યારે હલ્દી સેરેમનીમાં તેમનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં અનીલ અંબાણી આખા હળદળ પાણીથી નાહીને નીકળ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે. ટીનાએ પીળા રંગનો ડ્રેસ પહેર્યો હતો અને તેમના કપડા પર પણ હળદર પાણી દેખાતું હતું.
આ ઉપરાંત રણવીર સિંહ માથાથી પગ સુધી પીળા રંગે રંગાયેલો જોવા મળે છે. તે સંપૂર્ણપણે હળદરમાં ન્હાયો હોય તેમ લાગતું હતું.સલમાન ખાન બ્લેક કુર્તામાં પહોંચ્યો હતો અને જ્યારે તે ત્યાંથી પાછો ફર્યો ત્યારે તે પીળા કુર્તામાં જોવા મળ્યો હતો.