Anant Ambani-Radhika Merchantના લગ્નની પહેલી કંકોત્રી કોને આપી Nita Ambaniએ?

અંબાણી પરિવાર (Ambani Family)માં હાલમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્ન (Anant Ambani- Radhika Merchant Wedding) તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ બધા વચ્ચે નીતા અંબાણી લગ્નની કંકોત્રી લઈને વારાણસી (Nita Ambani With First Wedding Card At Varanasi) પહોંચ્યા છે. નીતા અંબાણીનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે.
12મી જુલાઈના અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન છે અને અંબાણીઝને ત્યાં પ્રસંગ હોય એટલે એની રોનકની તો કંઈક વાત થાય? મળી રહેલી માહિતી પ્રમાણે 2-3 દિવસ પહેલાંથી લગ્ન પહેલાંની રીત-રસમોની શરૂઆત થઈ જશે અને આ ઈવેન્ટમાં દૂર દૂરથી લોકોને આમંત્રણ મોકલવામાં આવશે. પરંતુ એ પહેલાં આજે નીતા અંબાણી લગ્નની પહેલી કંકોત્રી સાથે વારાણસી પહોંચ્યા છે.
આ પણ વાંચો : અંબાણી પ્રી-વેડિંગ ક્રૂઝ પાર્ટીઃ મહેમાનોને મળી અધધધ… લક્ઝરી ગિફ્ટ્સ..
પ્રસાર માધ્યમો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમણે આજે બાબા વિશ્વનાથના દરબારમાં પૂજા-અર્ચના કર્યા હતા અને આ સમયે નાની બહુ રાધિકા મર્ચન્ટ પણ તેમની સાથે હાજર રહી હતી. અહીંયા તમારી જાણ માટે કે અંબાણી પરિવાર ખૂબ જ ધાર્મિક છે અને કોઈ પણ સારા કામ કે શુભ પ્રસંગ પહેલાં વિવિધ મંદિરોમાં જઈને ભગવાનના આશીર્વાદ ચોક્કસ લે છે.
નીતા અંબાણીએ જણાવ્યું હતું કે તેઓ અનંત-રાધિકાના લગ્નની આમંત્રણ પત્રિકા લઈને અહીં આવ્યા છે. બાબાને નિમંત્રણ આપીશ અને ત્યાર બાદ રામનગરમાં સાડીના વેપારી વિજય વર્માની દુકાન પણ જઈશ. અંબાણી પરિવારને કાશી વિશ્વનાથ ધામથી ખૂબ જ લગાવ છે. આ પહેલાં પણ તેઓ અનેક વખત બાબા કાશી વિશ્વનાથના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આ પહેલાં અનિલ અંબાણી પણ કોકિલાબેન અંબાણી સાથે આ મંદિરમાં ભગવાન વિશ્વનાથના દર્શન કરવા પહોંચ્યા હતા.