Isha Ambaniની સાસુએ ફંક્શનમાં કર્યું કંઈક એવું કે Nita Ambani પણ પડ્યા ઝાંખા

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શાહી લગ્નના ફંક્શન (Anant Ambani And Radhika Merchant Wedding Grand Celebration)ની શરૂઆત થઈ ગઈ છે. જ્યાં એક તરફ અંબાણીઝનું મહિલા મંડળ પોતાના રોયલ લૂકથી ફંક્શનને શોભાવી રહ્યું છે તો આ જ ફંક્શનમાં અંબાણીઝના આમંત્રિત માનવંતા મહેમાનો પણ જાણે પાછળ રહેવા ના માંગતા હોય એમ રોયલ અંદાજમાં ફંક્શનમાં હાજરી આપી રહ્યા છે.
હવે તમને થશે કે ભાઈસાબ કોણ છે એ કે જેણે અંબાણીઝના ફંક્શનમાં એમની શાનને ઝાંખી પાડી દીધી તો એ બીજું કોઈ નહીં પણ નીતા અંબાણી અને મુકેશ અંબાણી (Nita Ambani And Mukesh Ambani)ના વેવાણ છે. સોશિયલ મીડિયા પર ઈશા અંબાણીના સાસુ સ્વાતિ પિરામલ (Isha Ambani’s Mother In Law Swati Piramal)નો રોયલ લૂક વાઈરલ થઈ રહ્યો છે. ચાલો એક નજર કરીએ સ્વાતિ પિરામલના લૂક પર…



આ પણ વાંચો : OMG, Isha Ambani, Nita Ambani પણ પાછળ મૂકી Familyના આ ખાસ સદસ્યોએ લીધી Special Entry…
ઈશા અંબાણીની સાસુનો આ લૂક જોઈને એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય કે તેમણે પોતાના લૂકથી નીતા અંબાણી, ઈશા અંબાણી, શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટને પણ ઝાંખા પાડી દીધા હતા. એમાં પણ ખાસ કરીને તેમમે ગળામાં જે હાર પહેર્યો હતો એ જોઈને તો તમારી નજર હાર પરથી હટવાનું નામ જ નહીં લે.
ઓરેન્જ અને રેડ કલરની સાડી પર ઓવર ઓલ બંધેજનું કામ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમાં સિલ્વર પ્રિન્ટેડ પટ્ટીઓ અને ગોલ્ડન બટન જેવા દેખાતા પીસ લગાવામાં આવ્યા હતા. સામાન્યપણે પોતાની સાદગી માટે જાણીતા સ્વાતિ પિરામલ આ વખતે જાણે પોતાના લૂકમાં કોઈ કસર બાકી ન રાખવા માંગતા હોય તેમ સોના અને પન્નાથી જડેલો ટ્રેડિશનલ ડિઝાઈનનો ચોકર નેકલેસ પહેર્યો હતો. આ નેકપીસમાં વચ્ચે વચ્ચે પોલ્કી પણ જોવા મળ્યા હતા ઝૂમકા સાથે હાથમાં પન્નાની બંગડીઓને સોનાના કડા સાથે મેચ કરીને તેમણે પોતાનો લૂક કમ્પ્લિટ કર્યો હતો.
ટૂંકમાં કહીએ તો સ્વાતિ પિરામલ કોઈ રાજવી પરિવારની રાણીને શોભે એવા ઘરેણાં પહેરીને ફંક્શનમાં લાઈમલાઈટ ચોરી લીધી હતી અને અંબાણી પરિવારની લેડિઝને ટક્કર આપી હતી.
શ્લોકા મહેતાની મમ્મીએ પણ આપી કોમ્પિટિશન
વાત કરીએ અંબાણી પરિવારના મોટા વહુરાણી શ્લોકા મહેતા (Shloka Mehta)ની મમ્મી મોના મહેતાના લૂકની તો તેમનો લૂક લક્ઝરી અને એલિગન્સનું પરફેક્ટ મેચ હતું. સિલ્કની પૈઠણી સાડીને ટ્રેડિશનલ રીતે રેપ કરીને ક્રિસ્ટલ વર્કવાળું બ્લાઉઝ પેયર કર્યું હતું. આ લૂકમાં બ્લિંગ એલિમેન્ટને ખૂબ જ સુંદર રીતે એડ કરવામાં આવ્યું હતું. જ્યાં એક તરફ ઈશાની સાસુએ ટ્રેડિશનલ જ્વેલરી પહેરી હતી ત્યાં મોના મહેતાએ લેટેસ્ટ ડિઝાઈનની જ્વેલરી પહેરવાનું પસંદ કર્યું હતું. મોના મહેતાએ ગળામાં એમ્રલ્ડ, પર્લ એન્ડ ડાયમંડથી બનાવવામાં આવેલો હાર પહેર્યો હતો અને એની સાથે મેચિંગ બંગડીઓ પણ પહેરી હતી.

બીજા શબ્દોમાં કહીએ તો ફેશન અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલની બાબતમાં નીતા અંબાણી (Nita Ambani)ને તેમની બંને વેવાણ સ્વાતિ પિરામલ (Swati Piramal) અને મોના મહેતા (Mona Mehta) કાંટે કી ટક્કર આપે છે.