ભીડમાં પ્લાસ્ટિકની થાળીમાં સાથે જમતાં જોવા મળ્યા Anant Ambani-Radhika Merchant, યુઝર્સે કહ્યું…

અંબાણી પરિવાર (Ambani Family) પોતાની લકઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં આવતો હોય છે. પરંતુ આ સાથે સાથે પરિવાર પોતાના મૂલ્યો, સંસ્કાર અને પરવરિશને કારણે પણ હંમેશા જ ટોક ઓફ ધ ટાઉન બનતો હોય છે. જ્યારથી રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) અંબાણી પરિવારનો હિસ્સો બની છે ત્યારથી જ તે પણ સોશિયલ મીડિયા પર પોતાના લૂક અને સિમ્પલિસિટીને કારણે છવાઈ જતી હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકાની સાદગીને જોઈને નેટિઝન્સ બંનેના વખાણ કરતાં નથી થાકી રહ્યા. ચાલો જોઈએ આખરે એવું તે શું કર્યું બંનેએ-
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના આ વીડિયોમાં બંને જણ ભીડની વચ્ચે પ્લાસ્ટિકની એક જ પ્લેટમાં ખાતા જોવા મળી રહ્યા છે. બંને જણની આ સાદગી જોઈને ફેન્સ તો એકદન ફ્લેટ થઈ ગયા છે અને તેમના વખાણ કરી રહ્યા છે. આ સમયે અનંતે કુર્તો અને પાયજામો પહેર્યો છે. જ્યારે રાધિકા એકદમ સિમ્પલ લૂકમાં જોવા મળી રહી છે.
આ વીડિયો પર એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે વાહ… આને સાચો પ્રેમ કહેવાય. ભીડમાં પણ એક જ પ્લેટમાંથી ખાઈ રહ્યા છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે અબજોપતિ હોવા છતાં પણ સિમ્પલ પ્લેટમાં થાઈ રહ્યા છે. આ સાદગી લોકોમાં પણ હોવી જોઈએ. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે આટલા પૈસા હોય તો લોકો એસીમાં બેસીને ખાય છે કે પછી હોટેલમાં જઈને ખાય છે. પરંતુ ભીડમાં ઊભા ઊભા ખાવું એ ખરેખર ખૂબ જ મોટી વાત છે.
આ પણ વાંચો…હું આવો જ છું… હું મારી જાતને કેમ બદલું? ડિવોર્સની વાતો વચ્ચે Abhishek Bachchanનું સ્ટેટમેન્ટ વાઈરલ…
અત્રે ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર રાધિકાના સ્ટાઈલિશ વીડિયો વાઈરલ થતાં હોય છે તો અનંત પણ અવારનવાર બિઝનેસ ઈવેન્ટ્સમાં જોવા મળતો હોય છે. અંબાણી પરિવારના વાઈરલ ફોટો અને વીડિયોમાં તેમની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલનો અંદાજો આવતો હોય છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે અંબાણી પરિવારમાં ડિનર સેટ અને કપ રકાબીના સેટ પણ લાખોની કિંમતના હોય છે ત્યાં અનંત અને રાધિકા મર્ચન્ટનો આ રીતે ભીડમાં પ્લાસ્ટિકની પ્લેટમાંથી ઊભા ઊભા જમતો વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. તમે પણ ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો આ વીડિયો-