Mukesh Ambaniના પ્રસંગમાં આ આઉટફિટ્સ પહેરીને હાજરી આપશે Bill Gates, Rihana, Sunder Pichai…
અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ લોકો Mukesh Ambani-Nita Ambaniના લાડકવાયા Anant Ambani-Radhika Merchantના લગ્નની જ વાતો કરી રહ્યા છે. મહેમાનોને આપવામાં આવનારા રિટર્ન ગિફ્ટ્સથી લઈને કોણ કોણ આ લગ્નમાં હાજરી આપશે એનું ગેસ્ટ લિસ્ટે પણ હેડલાઈન્સમાં જગ્યા બનાવી લીધી છે.
દુનિયાના તમામ શ્રીમંતોનો કુંભમેળો માર્ચ મહિનાની શરૂઆતમાં ગુજરાતના જામનગર ખાતે ભરાશે. લગ્નમાં હાજરી આપવા આવનારા મહેમાનોની યાદીમાં મોટી મોટી કંપનીના સીઈઓ, ટેક વર્લ્ડ, સ્પોર્ટ્સ અને એન્ટરટેઈનમેન્ટ સેક્ટરની મોટી મોટી હસ્તીઓના નામનો સમાવેશ થાય છે. પોપસ્ટાર રિહાના પોતાના સુપરહિટ ગીતો પર પરફોર્મ કરવાની છે તો અરિજિત સિંહ, દિલજિત દોસાંઝ પણ સોન્ગ પર્ફોર્મ કરવાના છે. આ સિવાય ફેમસ મેજિશિયલ ડેવિડ બ્લેન પણ અશક્યને શક્ય કરી દેખાડશે.
આ ખાસ ઈવેન્ટ પર AI પોતાની કમાલ દેખાડવામાં પાછળ પડે તો કેમ ચાલે? અહીંયા આ બધા વિદેશી મહેમાનો ઈન્ડિયન ટ્રેડિશનલ આઉટફિટમાં કેવા દેખાશે એવું જ્યારે AIને પૂછવામાં આવ્યું ત્યારે જે રિઝલ્ટ સામે આવ્યું એ ખરેખર ખૂબ જ ચોંકાવનારું હતું.
કલ્પના કરો કે હંમેશા ફોર્મલ ક્લોથમાં દેખાતા Bill Gatesએ શેરવાની પહેરી હોય અને કેઝ્યુલ્સ લવર ફેસબુકના Mark Zuckerberg વર્કવાળા કુર્તા અને જેકેટમાં જોવા મળે તો કેવા લાગે? અરે સર્ચ એન્જિન ગૂગલના સીઈઓ Sunder Pichai રેશ્મમાંથી બનાવાવમાં આવેલા ટ્રેડિશનલ આઉટફિટ પહેરે અને Popstar Rihana ચણિયાચોળી પહેરીને ઠુમકા લગાવે તો કેવો જલસો પડી જાય નહીં?
શેરવાની અને ફૂલોની માળા પહેરેલા ઝુકુનો કોઈ જવાબ જ નથી..
ફેસપુક પર જો Mark Zuckerberg પોતાના આ લૂકવાળો ફોટો પોસ્ટ કરે તો તેના પર કેટલા લાઈક્સ અને કમેન્ટ્સ મળશે?
સુંદર પિચાઈનો આ અવતાર પણ છે સુંદર…
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનો આ અંદાજ તેમના સર્ચ એન્જિન ગૂગલ પર પણ નહીં જોવા મળે. AIએ સુંદર પિચાઈનો આ ટ્રેડિશનલ આઉટફિટનો અવતાર એકદમ લાજવાબ લાગી રહ્યો છે.
પોપસ્ટાર બની ગુજ્જુ ગર્લ
પોપસ્ટાર રિહાના પોતાના અમ્બ્રેલા સોન્ગ પર પર્ફોર્મ કરતી હોય પણ તે પોતાના ફેમસ ગ્લેમરસ ક્લોથની જગ્યાએ ચણિયાચોળી પહેરીને સ્ટેજ પર પહોંચે તો? જોઈ લો ગ્લેમરસ પોપસ્ટારનો આ ગુજ્જુ દેસી અવતાર…
બિલ ગેટ્સનો દેસી અવતાર જોઈ દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે…
માઈક્રોસોફ્ટના સીઈઓ બિલ ગેટ્સ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં શાનદાર શેરવાની પહેરી આવે અને એમાં પણ આ શેરવાનીની ડિઝાઈન સેલિબ્રિટી ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાના ડિઝાઈન સાથે મિક્સ મેચ થતો હોય તો…