મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Anant Ambani-Radhika Merchantને પણ ફિક્કા પાડી Nita Ambaniએ આ રીતે પાડ્યો વટ્ટ…

મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Mukesh Ambani-Nita Ambani)ના રાજદુલારા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant Grand Wedding Celebration)ના લગ્નની ધામધૂમ શરૂ થઈ ગઈ છે. દરરોજ કોઈને કોઈ કારણે અંબાણી પરિવાર લાઈમલાઈટમાં આવી રહ્યો છે. 12મી જુલાઈ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન અંબાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. ગઈકાલે યોજાયેલી સંગીત નાઈટમાં તો અંબાણી પરિવારના સભ્યો અને મહેમાનોએ પોતાના કમાલના લૂકથી ચાર ચાંદ લગાવી દીધા હતા, પણ સૌથી વધુ ચર્ચા કોઈના લૂકની થઈ રહી હોય તો તે નીતા અંબાણીના લૂકની.

બ્રાઈડ અને ગ્રુમ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લૂકના પણ ચોતરફ વખાણ થઈ રહ્યા છે. પણ જેવો સંગીત પાર્ટીમાંથી નીતા અંબાણી (Nita Ambani)ના લૂકના ફોટો સામે આવ્યા કે લોકોની નજર તેમના પરથી હટવાનું નામ નથી લઈ રહી. ફંક્શનમાં નીતા અંબાણીએ ફેમિલી સાથે દિવાનગી દિવાનગી ગીત પર શાનદાર પર્ફોર્મન્સ આપ્યું હતું.

આ પણ વાંચો : અનંત-રાધિકાના સંગીત સમારોહમાં હાર્દિક પંડ્યા એકલો પહોંચ્યો, તો ચાહકો થયા દુઃખી!

પિંક કલરના લહેંગામાં નીતા અંબાણીએ વટ્ટ પાડી દીધો હતો. ડિઝાઈનર ફાલ્ગુની અને શેન પિકોકના ડિઝાઈન કરેલા લહેંગામાં હેવી વર્ક કરવામાં આવ્યું હતું. નીતા અંબાણી હંમેશાથી ભારતીય શિલ્પ કળાને સપોર્ટ કરે છે અને પોતાના આઉટફિટ્સમાં પણ તેને ખાસ જગ્યા આપે છે. લહેંગામાં ખૂબ જ બારીકકામ કરવામાં આવ્યું હતું. પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે નીતા અંબાણીએ ડાયમંડની જ્વેલરી પહેરી હતી. જ્વેલરીમાં નીતા અંબાણીએ હાર, માથા પટ્ટી, બુટિયા અને કડા પહેર્યા હતા.

ગઈકાલે યોજાયેલી સંગીત સંધ્યામાં હોલીવૂડના જસ્ટીન બીબર (Popstar Justin Bieber) સલમાન ખાન (Bollywood Actor Salman Khan) સહિતના સેલેબ્સે પર્ફોર્મ કર્યું હતું. વાત કરીએ બોલીવૂડના સેલેબ્સની તો બોલીવૂડના સેલેબ્સ પણ એકદમ જોરદાર તૈયાર થઈને કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત