Viral Video: દુબઈમાં Radhika Merchant સાથે આઈસ્ક્રીમ વેચનારાએ કર્યું કંઈક એવું કે…

અંબાણી પરિવારનું ક્યુટ કપલ એટલે અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant). અનંત અને રાધકાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે, પરંતુ હાલમાં અનંત અને રાધિકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં બંને જણ દુબઈમાં એક આઈસ્ક્રીમની દુકાન પર ટર્કિશ આઈસ્ક્રીમની મજા માણતા જોવા મળી રહ્યા છે. આવો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં-
ટર્કિશ આઈસ્ક્રીમ વેચનારા દુકાનદારની વાત કરીએ તો તેઓ પોતાના ગ્રાહકો સાથે એક ગેમ રમે છે અને બાદમાં જ તેઓ તેમને આઈસ્ક્રીમ આપે છે. અહીંયા દુકાનદાર પણ અનંત અને રાધિકા સાથે ગેમ રમતો જોવા મળ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં અઢી લાખથી વધુ વ્યુ મળી ચૂક્યા છે.
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં અનંત અને રાધિકા એક દુકાનની શોપ પર ઉભેલા જોવા મળ્યા છે. રાધિકા સ્ટોલની સામે ઊભી રહીને આઈસ્ક્રીમ લેવાનો પ્રયાસ કરી રહી છે, આઈસ્ક્રીમ વેચી રહેલો ફેરિયો તેની સાથે ગેમ રમી રહ્યો છે. આ રીતે આશરે 54 સેકન્ડ જેટલો સમય પસાર થઈ છે અને આ 54 સેકન્ડમાંથી 50 સેકન્ડ તો રાધિકા આઈસ્ક્રીમ લેવાનો પ્રયાસ કરતી જોવા મળી છે, પણ તેને સફળતા મળતી નથી. આ જોઈને તેની બાજુમાં ઉભેલો અનંત પણ પોતાનું હસવાનું નથી રોકી શકતો.
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @ambani_update નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. આ પોસ્ટની કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે દુબઈમાં ટર્કિશ આઈસ્ક્રીમનો આનંદ ઉઠાવતા અનંત-રાધિકા. આ વીડિયો પર અત્યાર સુધીમાં ઢગલો કમેન્ટ અને લાઈક્સ આવી ચૂક્યા છે. એક જ દિવસમાં આ વીડિયો અઢી લાખથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે.
આ પણ વાંચો : બોલીવૂડ એક્ટ્રેસ પર પણ આ રીતે ભારે પડી મા-દીકરી Isha Ambani-Nita Ambaniની જોડી?
અનંત અને રાધિકાના વીડિયો પર યુઝર્સ જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક યુઝર્સ અનંત અને રાધિકાને સાથે જોઈને ખુશ થઈ રહ્યા છે તો વળી કેટલાક યુઝર્સ આઈસ્ક્રીમવાળાની ફિરકી લેતા પણ જોવા મળી રહ્યા છે. એક યુઝરે તો આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે ભાઈ એ અંબાણી પરિવારની વહુ છે એને હેરાન ના કરીશ. એ દુકાનની સાથે સાથે તને પણ ખરીદી શકે એમ છે. બીજા એક યુઝરે લખ્યું છે કે આ ક્ષણ ખરેખર ખૂબ જ સુંદર છે અનંત અને રાધિકાને શુભેચ્છા.
અત્રે ઉલ્લેખનીય છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્ન બાદ સાથે સમય પસાર કરી રહ્યા છે અને તેઓ હાલમાં દુબઈમાં ફરી રહ્યા છે.