મનોરંજન

Anant Ambani ને ઓળખો છો? ઈન્સ્ટાયુઝરનો સવાલ અને પછી કૉમેન્ટ્સનો મારો

દેશ દુનિયા વિશે ખબર ન રાખતા લોકોને પણ અંબાણી પરિવાર Neeta Ambani Mukesh Ambani) વિશે જાણકારી હોય છે. ખાસ કરીને અનંત અંબાણીના જામનગર ખાતેના પ્રિવેડિંગ પ્રોગ્રામ્સ બાદ તો તે વિશ્વમાં ફેમસ થયો છે કારણ કે તે પ્રોગ્રામમાં માર્ક ઝુકરબર્ગ, બિલ ગેટ્સ અને રેહાના જેવા મહાનુભાવોએ હાજરી આપી હતી. તેમ છતાં અમેરિકાના ન્યૂ યોર્કમાં એક છોકરી અનંત અંબાણીને ન ઓળખી શકી. હવે આ આમ તો મોટી વાત નથી, પરંતુ તેણે તેની સાથે ફોટો પડાવ્યો ને ઈન્સ્ટાગ્રા્મ પર મૂક્યો અને પાછું પૂછ્યું પણ ખરા ‘Do you know him’. બન્યુ એવું કે અનંત અંબાણી ન્યૂ યોર્ક શહેરમાં પોતાના પાળતું શ્વાન સાથે ટહેલવા નીકળો હતો. તેને જોઈ અમુક લોકો તેમની સાથે સેલ્ફી લેતા હતા. આથી આ છોકરીએ પણ સેલ્ફી લીધી, પણ તેને ખબર ન હતી કે આ કોણ છે. બિચારીએ ઈન્સ્ટા પર લખ્યું કે કોણ છે.

Read More: નેશનલ ક્રશ Tripti Dimriના આ વર્ષે આટલી ફિલ્મોમાં જોવા મળશે…

લોકોએ જે કમેન્ટ્સ આપી તે તમને ખળખળાટ હસાવશે. એક નેટયુઝરે લખ્યું છે તને ખબર નથી તું 59 billion USD ટચ કરીને આવી છો, તો બીજાએ લખ્યું કે તેની ઘડિયાલનો ભાવ પાકિસ્તાનની જીડીપી કરતા વધારે છે. તો કોઈકે તો લખ્યું કે તે તારું આખું શહેર લોકો સાથે અને તેમના પહેરેલા કપડા સાથે ખરીદી શકે છે. એકે લખ્યું કે તેની પ્રિ-વેડિંગ સેરેમની તેના પપ્પાએ આપેલા ડિવિડન્ડમાંથી થઈ ગઈ હતી. તો વળી કોઈકે લખ્યું કે તેના શ્વાનો પટ્ટો તારા કપડા કરતા મોંઘો છે.

View this post on Instagram

A post shared by Bethany Zesu (@beth_zesu)

Read More: Hardik Pandya પહેલાં આ એક્ટરને એક નહીં પણ બે વખત ડેટ કર્યો Natasha Stankovic?

હાલમાં અનંત અંબાણી ફરી ચર્ચામાં છે. અંબાણી પરિવાર તેની બીજી પ્રિ-વેડિંગ સેરેમની માટે ઈટલી ગયો છે અને આખું ફિલ્મજગત અને ક્રિકેટજગત ઈટલીનું મહેમાન બન્યું છે. અગાઉ જામનગર ખાતે આવી જ સેરેમની ઉજવાઈ હતી અને લગભગ દસેક દિવસ સુધી અખબારોના પાના આ સમાચારોથી ભરાયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button