…અને જ્યારે અનંત અંબાણીએ મશ્કરીમાં શાહરુખ સાથે કરી આવી હરકત!

શનિવારથી જ અંબાણી’ઝની પાર્ટીના ઈનસાઈડ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે મસ્તી કરતાં કરતાં અંબાણીના નાના કાનકુંવર એટલે કે અનંત અંબાણીએ કિંગખાન શાહરુખ ખાન લાખે એવી હરકત કરી છે કે જેના વિશે તમે કે હું તો ઠીક પણ ખુદ શાહરૂખ ખાને નહીં વિચાર્યું હોય.
વાત જાણે એમ છે ઈશા અંબાણી અને આનંદ પિરામલના જોડિયા બાળકો આદિયા અને કૃષ્ણાની બર્થડે પાર્ટી શનિવારે હતી. આ પાર્ટીમાં બોલીવૂડ સેલેબ્સનો મેળો જામ્યો હતો. શાહરૂખ ખાન પણ આ પાર્ટીમાં પહોંચ્યો હતો. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો શાહરૂખ ખાનના વેબપેજ પરથી શેર કરવામાં આવ્યો છે.
આ વીડિયોમાં એવું જોવા મળે છે કે અનંત અંબાણી મસ્તી કરતાં કરતાં શાહરૂખ ખાનના હાથમાં સાપ મૂકી દે છે. અચાનક કરવામાં આવેલી આ હરકતને કારણે એસઆરકે ખુદ ચોંકી જાય છે પણ તેના મોઢા પર તો સ્માઈલ જોવા જ મળે છે. દરમિયાન બીજો એક નાનો સાપ શાહરૂખ ખાનના ખભા પર મૂકવામાં આવે છે.
કિંગખાનની આ હાલત જોઈને અંબાણી પરિવારના નાના વહુરાણી રાધિકા મર્ચન્ટ પણ હસવાનું રોકી શકતી નથી. અનંત અંબાણી પણ શાહરૂખ ખાનને હાથમાં સાપ પકડવા માટે પ્રોત્સાહન આપતો જોવા મળે છે.
અંબાણીઝની આ પાર્ટીમાં શાહરૂખ ખાન કરાળો સૂટ અને શેડ્સ પહેરીને પહોંચ્યો હતો. શાહરૂખના ફેન્સ આ વીડિયો પર મજેદાર કમેન્ટ્સ કરી રહ્યા છે અને શાહરૂખ ખાન ડર્યો નહીં એના માટે તેની દાદ આપી રહ્યા છે.
આ પાર્ટીમાં શાહરૂખ ખાન ઉપરાંત કેટરિના કૈફ, કિયારા અડવાણી, કરિશ્મા કપૂર, અનન્યા પાંડે, આદિત્ય રોય કપૂર, કરણ જોહર સહિત અન્ય સેલેબ્સ પણ પહોંચ્યા હતા.