મનોરંજન

અજય દેવગનના ઘરે આવ્યા આ મોંઘેરા મહેમાન, ભારે સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો

એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. અનંતે પોતે જ પોતાના લગ્નના આમંત્રણ કાર્ડ આપવા જવાનું નક્કી કર્યું છે. ગઇકાલે રાત્રે અનંત અંબાણી બોલિવૂડ એક્ટર અજય દેવગનના બંગલા શિવશક્તિની બહાર ભારે સુરક્ષા વ્યવસ્થા સાથે જોવા મળ્યા હતા. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે અનંત અંબાણી અજયના ઘરે તેના લગ્ન માટે આમંત્રણ આપવા પહોંચ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં અનંત અંબાણી દેવગન પરિવારને મળીને કાર્ડ આપ્યા બાદ તેના બંગલાની બહાર જતા જોઈ શકાય છે.

પુત્રના લગ્નનું કાર્ડ બનતાની સાથે જ નીતા અંબાણી સૌથી પહેલા ભગવાન કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા હતા. ભગવાનને લગ્નમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ત્યાર બાદ જ અનંત અંબાણી લગ્નની આમંત્રણ પત્રિકા આપવા માટે અજય દેવગનના ઘરે પહોંચ્યા હતા. અનંતે અજયના ઘરમાં થોડો સમય વિતાવ્યો હતો અને પરિવાર સાથે વાતચીત પણ કરી હતી. તેમને લગ્નમાં હાજરી આપવાનું આમંત્રણ આપીને અનંત તેની ગાડીમાં રવાના થયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે અજય ખુદ અનંતને કારમાં મૂકવા આવ્યો હતો.

આ વર્ષની શરૂઆતથી જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંબંધોની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષના માર્ચ મહિનામાં ગુજરાતના જામનગર ખાતે ત્રણ દિવસનું પ્રી-વેડિંગ બેશનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રિહાના સહિત ઘણા વિદેશી કલાકારો જોવા મળ્યા હતા. આ ઉપરાંત ઈટલી ખાતે તાજેતરમાં પ્રી વેડિંગ ક્રૂઝ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હવે રાધિકા અને અનંત 12 જુલાઇના રોજ લગ્ન કરવા જઇ રહ્યા છે. આ લગ્ન પણ ઘણા ભવ્ય હશે, જેમાં બોલિવુડ, બિઝનેસ અને સ્પોર્ટ્સ જગતના તમામ સ્ટાર્સ અને મહાનુભાવો જોવા મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button