Radhika Merchant નહીં આ ખાસ વ્યક્તિનો ફોટો Broachમાં મઢાવ્યો Anant Ambaniએ અને…

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant)ના વિવાહ 12મી જુલાઈના સંપન્ન થયા અને ત્યાર બાદ યોજાયેલા શુભ આશિર્વાદ સમારોહ અને રિસેપ્શન પાર્ટીમાં પણ દેશ-વિદેશના મહેમાનોએ હાજરી આપી હતી. પરંતુ હવે સોશિયલ મીડિયા પર અનંતનો એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેણે તેના દિલની નજીક કોઈ વ્યક્તિના ફોટોવાળું બ્રોચ પહેર્યું હતું અને આ ખાસ વ્યક્તિ રાધિકા અંબાણી (Radhika Ambani) હોય એવું વિચારી રહ્યા હોવ તો એવું નથી બોસ. ચાલો જાણીએ કોણ છે આ ખાસ વ્યક્તિ-
બે-ત્રણ દિવસ યોજાયેલી અલગ અલગ ઈવેન્ટ્સમાં દુલ્હેરાજા અનંત અંબાણીનો દરેક લૂક (Anant Ambani’s Wedding Look) સ્પેશિયલ હતો અને આ લૂકને ખાસ બન્યા હતો તેણે આઉટ ફિટ સાથે પહેરેલા બ્રોચ (Anant Ambani Wear Difftent Diffrent Brooch)ને કારણે.
અનંતે દરેક ઈવેન્ટમાં પોતાની શેરવાની સાથે હીરા-મોતી, સોના-ચાંદીથી બનાવવામાં આવેલા બ્રોચ પહેર્યા હતા પરંતુ વાત કરીએ અનંત અંબાણીના લાસ્ટ ડે પર પહેરેલા બ્રોચની. અનંતે અત્યાર સુધી પહેરેલા તમામ બ્રોચમાંથી આ બ્રોચ એકદમ ખાસ હતું અને એને ખાસ બનાવી હતી બ્રોચમાં જોવા મળેલી એક ખાસ વસ્તુએ.
આ પણ વાંચો: Viral Video: લગ્ન બાદ Anant Ambani-Radhika Merchant ક્યાં પહોંચ્યા?
તમને એવું લાગતું હોય કે અનંતે આ ઈવેન્ટમાં અનંતે અત્યાર સુધીનો સૌથી મોંઘો અને કિંમતી બ્રોચ પહેર્યો હશે તો એવું કંઈ જ નહીં હતું, પણ આ બ્રોચ ચોક્કસ જ અનંતના દિલની એકદમ નજીક હતું એવું કહી શકાય. આ બ્રોચમાં અનંતના દાદા એટલે કે ધીરુભાઈ અંબાણી (Dhirubhai Ambani)નો ફોટો જોવા મળ્યો હતો.

મલ્ટી કલરના ડેલિકેટ એમ્બ્રોઈડરીવાળી શેરવાની પહેરી હતી અને એના પર તેણે પોતાના દાદાજી ધીરુભાઈને ટ્રીબ્યુટ આપતો બ્રોચ પહેર્યું હતું. આ બ્રોચને ધ્યાનથી જોતા તેમાં ધીરુભાઈ અંબાણીનો ફોટો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. અનંતનું આ સ્વીટ ગેસ્ચર લોકોના દિલ જિતી રહ્યું છે અને એના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. દરેક જણ તેના આ પગલાંના વખાણ કરી રહ્યા છે. અહીંયા તમારી જાણ માટે કે ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સ કંપનીનો પાયો નાખ્યો હતો અને છઠ્ઠી જુલાઈ, 2002માં તેમનું નિધન થયું હતું.