Anant Ambaniએ Radhika Merchant માટે કહ્યું કે એણે મને હંમેશા…
Anant Ambani-Radhika Merchantના લગ્નની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. આ લગ્નની ગ્રાન્ડ તૈયારીઓ શરૂ ગઈ છે. પહેલી માર્ચથી ત્રીજી માર્ચ સુધી ગુજરાતના જામનગર ખાતે પ્રી-વેડિંગ બેશ થશે અને એની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દરમિયાન આ પ્રી-વેડિંગ બેશ અને લગ્ન પહેલાં આપેલા એક ઈન્ટરવ્યુમાં Anant Ambaniએ Radhika Merchantને લઈને એવી વાત કહી છે કે… ચાલો જોઈએ આખરે અનંત અંબાણીએ એવું તે શું કહ્યું પોતાની ભાવિ પત્ની વિશે…
આ ઈન્ટરવ્યુમાં અનંત અંબાણીએ કહ્યું હતું કે રાધિકાને લાઈફ પાર્ટનર તરીકે મેળવીને હું ખૂબ જ લકી છું. રાધિકા મારા સપનાની રાની છે. બાળપણમાં મેં એવું નક્કી કર્યું હતું કે હું લગ્ન જ નહીં કરું કારણ કે મને જનાવરોની દેખરેખ અને સાર સંભાળ લેવાનું ખૂબ જ પસંદ હતું અને હું મારી લાઈફ પણ આ જ કામને ડેડીકેટ કરવા માંગતો હતો. પરંતુ જ્યારથી હું રાધિકાને મળ્યો ત્યારથી મને લાગ્યું કે એ પણ મારા જેવી જ છે અને તેમાં પણ જાનવરો પ્રત્યે લગાવ, પાલન-પોષણ અને ઉદારતાની ભાવના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અનંતને બાળપણથી જ હેલ્થ ઈશ્યુઝ છે અને તેને ઓબેસિટીની સમસ્યા છે. Nita Ambaniએ ખુદ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આને કારણે અનંતને વજન ઘટાડવામાં પણ મુશ્કેલી પડી હતી. પરંતુ પરિવારના સપોર્ટને કારણે જ તે પોતાના આ હેલ્થ ઈશ્યુઝ સામે લડી શક્યો છે.
અનંતે હાલમાં જ આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે રાધિકાએ મારી હેલ્થ કેરની જર્નીમાં મને ભરપૂર સપોર્ટ આપ્યો છે. મેં હેલ્થ ઈશ્યુઝ ફેસ કર્યા અને આ મુશ્કેલ સમયમાં રાધિકા એક આધારસ્થંભની જેમ જ મારી સાથે ઊભી રહી હતી.
ટૂંક સમયમાં જ અનંત અને રાધિકા લગ્નબંધનમાં બંધાઈ જશે અને બંનેનો પ્રી-વેડિંગ બેશ જામનગર ખાતે પહેલી માર્ચથી ત્રીજી માર્ચ સુધી યોજાશે. જેમાં હાઈ પ્રોફાઈલ ગેસ્ટની સાથે સાથે ગ્લોબલ લીડર્સ, ફિલ્મ સ્ટાર્સ હાજરી આપશે. મળી રહેલી માહિતી પ્રમાણે સલમાન ખાન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, રજનીકાંત, બિલ ગેટ્સ સહિત 1000 મહેમાનો પોતાની હાજરીથી જામનગરમાં યોજાનારા આ ફંક્શનને ચાર ચાંદ લગાવશે. 2023માં રાધિકા અને અનંતની મુંબઈ ખાતે સગાઈ થઈ હતી જ્યારે નાથદ્વારા ખાતે એમની ગોળધાણા સેરેમની કરવામાં આવી હતી.