આનંદો, Kapil Sharma, Sunil Grover સાથે ઓટીટી પર પાછો આવી રહ્યો છે દર્શકોને હસાવવા માટે…
બસ થોડાક જ અઠવાડિયાઓનો ઈંતેજાર અને ફરી એક વખત દર્શકોને હસાવવા માટે કપિલ શર્મા, સુનિલ ગ્રોવર અને કૃષ્ણા અભિષેકની જોડી એકદમ સજ્જ છે. જી હા, ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઓટીટી પ્લેટફોર્મ પર ધ ગ્રેડ ઈન્ડિયન કપિલ શો આવી રહ્યો છે અને આ વખતે કપિલ સાથે તેનો જૂનો સાથી અને મિત્ર એવો સુનિલ ગ્રોવર પણ જોવા મળશે.
સુનિલ અને કપિલને ફરી એક વખત સાથે જોવા માટે ફેન્સ એકદમ ઉત્સુક છે. હવે જોવાની વાત એ છે કે લાંબા સમય બાદ થઈ રહેલું બંનેનું રિયુનિયન ફરી પાછો સ્ક્રીન પર એ જ મેજિક ક્રિએટ કરી શકે છે કે નહીં? કપિલ અને સુનિલની ટ્યુનિંગ કેવી રહે છે વગેરે વગેરે…
કપિલ શર્માએ કોમેડિયન શોની તૈયારી કરતાં પહેલાં ટીમનો એક Behind The Scene વીડિયો શેર કર્યો છે અને આ વીડિયોમાં બધાનો એકદમ મસ્લમૌલા અંદાજ જોવા મળી રહ્યો છે. છ વર્ષ બાદ ફરી એક વખત કપિલ અને સુનિલ દર્શકોનું દિલ જિતી શકે છે કે નહીં. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સુનિલની એક હરકત પર કપિલ સહિતની એની પૂરી ટીમ હસી રહી છે.
સોશિયલ મીડિયા પર યુઝર્સ આ વીડિયો પર જાત જાતની કમેન્ટ્સ અને ટિપ્પણી આપી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું આ રિયુનિયનને જોવા માટે ઉત્સુક છું. જ્યારે બીજા એક યુઝરે લખ્યું હતું કે ડોક્ટર ગુલાંટી કપિલ વિના અધૂરા છે અને હવે તે કપિલ સાથે પૂરો થઈ રહ્યો છે.
જોકે, આ બધા વચ્ચે કેટલાક યુઝર્સને સુમોના ચક્રવર્તી અને ચંદન પ્રભાકરની યાદ પણ સતાવી હતી અને તેમણે કમેન્ટ કરીને પૂછ્યું હતું કે શોમાંથી સુમોના અને ચંદન કેમ ગાયબ છે? અત્રે ઉલ્લેખનીય છે કે 30મી માર્ચથી દર શનિવારે રાતે 8 વાગ્યે ઓટીટી પ્લેટફોર્મ પર આ શો સ્ટ્રીમ થશે. આ પહેલી વખત છે કે જ્યારે કોમેટી શો ટીવીથી ઓટીટી પર શિફ્ટ થયો હોય…