નીતા અંબાણીને આ ખાસ નામથી બોલાવે છે જમાઈ આનંદ પિરામલ, વીડિયો થયો વાઈરલ…

અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાર પરિવારમાં કરવામાં આવે છે અને આ પરિવારના એકમાત્ર જમાઈ છે આનંદ પિરામલ. જોકે, આનંદ પિરામલ જમાઈ નહીં પણ દીકરાની જેમ જ અંબાણી પરિવારમાં રહે છે. સાસુ નીતા અંબાણી અને સસરા મુકેશ અંબાણી સાથે આનંદ એક ખાસ બોન્ડ શેર કરે છે અને આ વાતનો ખુલાસો હાલમાં જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળ્યો હતો. આ વીડિયોમાં આનંદ સાસુ નીકા અંબાણીને એક ખાસ નામથી બોલાવતો જોવા મળે છે. આવો જોઈએ શું છે આ વીડિયોમાં…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો હાલમાં જ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં પીરામલ ફાઈનાન્સની લિસ્ટિંગ સમયનો છે. આ સમયે આખો અંબાણી પરિવાર પણ હાજર રહ્યો હતો. આ સમયે સ્ટેજ પરથી સ્પીચ આપતાં આનંદે સાસુ નીતા અંબાણીના વખાણ કરે છે અને આ ઈવેન્ટમાં આવવા માટે તેમનો આભાર પણ માને છે.
વીડિયોમાં જોવા મળે છે કે નીતા અંબાણી જમાઈના મોઢે પોતાના વખાણ સાંભળીને ખુશ થઈ જાય છે. આ વીડિયોમાં જ જાણવા મળ્યું કે આનંદ નીતા અંબાણીને મોમ કે મમ્મી નથી કહેતાં પણ મિલ (Mother In Law-MIL) કહીને સંબોધે છે. આનંદે આ વીડિયોમાં જણાવ્યું હતું કે તેની સાસુ આ મીટિંગને લઈને ખૂબ જ નર્વસ હતાં જેને કારણે તેઓ આખી રાત ઊંઘી શક્યા નહોતા.
આનંદ વીડિયોમાં આગળ એવું પણ જણાવે છે થેન્ક્યુ મિલ તમારા આ પ્રેમ અને સ્નેહ માટે. આનંદ પિરામલની આ વાત સાંભળીને હાજર તમામ લોકો તાળીઓના ગડગડાટથી વધાવે છે. અહીંયા તમારી જાણ માટે કે નીતા અંબાણી પણ જમાઈ આનંદ પિરામલના વખાણ કરતાં જોવા મળે છે. ટૂંકમાં સાસુ-જમાઈ વચ્ચે એકદમ મા-દીકરા જેવો સંબંધ છે.
નીતા અંબાણી માત્ર ઈશા અંબાણી અને આનંદ પિરામલને જ નહીં પણ તેમના બંને સંતાનોને પણ એટલું વ્હાલ કરે છે. આ આખી ઈવેન્ટ દરમિયાન નીતા અંબાણી ઈશા અંબાણીના બંને બાળકોને સંભળતા જોવા મળ્યા હતા, જેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા.



