મનોરંજન

આથિયા શેટ્ટી બાદ બોલીવૂડની આ ગ્લેમરસ એક્ટ્રેસે આપી Good News, પોસ્ટ શેર કરીને…

ટીમ ઈન્ડિયાના ખેલાડી કેએલ રાહુલ અને બોલીવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટીએ ગઈકાલે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે પોતાના ઘરે નાનકડી પરીનો જન્મ થયો હોવાના સમાચાર શેર કર્યા હતા. હવે બોલીવૂડની ફિલ્મોમાં પોતાના ગ્લેમરસ લૂકથી ફેન્સને મદહોશ કરનારી સુંદર હસીનાએ પણ ગુડ ન્યુઝ શેર કર્યા છે. આ એક્ટ્રેસ અક્ષય કુમાર સાથે કામ કરી ચૂકી છે. ચાલો તમને જણાવીએ કોણ છે આ એક્ટ્રેસ…

આ એક્ટ્રેસ છે એમી જેક્સન. એમી જેક્સને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફેન્સ સાથે ગુડ ન્યુઝ શેર કર્યા છે. એમી બીજી વખત મા બની છે. બેબીની ઝલકિયા દેખાડવાની સાથે સાથે બેબીનું નામ પણ શેર કર્યું છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ ફોટોમાં એક્ટ્રેસ બેબીની સાથે સાથે પતિ પણ જોવા મળી રહ્યા છે.

આપણ વાંચો: બધાઈ હો: આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે આવી એક નન્હીં પરી…

એમી જેક્સન અને એડ વેસ્ટવિક માતા-પિતા બની ગયા છે. ભારતીય ફિલ્મોમાં પોતાની ભૂમિકા માટે જાણીતી આ બ્રિટીશ એક્ટ્રેસે હાલમાં દીકરાને જન્મ આપ્યો છે. સોમવારે કપલે સોશિયલ મીડિયા પર પોતાના ન્યુ બોર્મ બેબી સાથે ફોટો શેર કર્યા હતા અને તેનું નામ પણ જણાવ્યું હતું.

એડ અને એમીએ સોમવારે સાંજે જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે દુનિયામાં તારું સ્વાગત છે બેબી બોય. ઓસ્કર એલેક્ઝાંડર વેસ્ટવિક. ફોટોમાં એમી બેબી ઓસ્કરનું માથું ચૂમતી જોવા મળી રહી છે. આ ફોટોમાં આ કપલ બેબીને પકડીને પરફેક્ટ હેપ્પી, રોમેન્ટિક મોમેન્ટ એન્જોય કરી રહ્યું છે.

એક્ટ્રેસની પોસ્ટ પર ફેન્સ તેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. એક યુઝરે આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું છે કે અભિનંદન મિત્રો… બીજા એક યુઝરે લખ્યું છે કે હું તમને બંનેને શુભેચ્છા પાઠવું છું. ત્રીજા એક શખ્સે જણાવ્યું હતું કે તમને ખૂબ ખૂભ શુભેચ્છાઓ… આનંદની ક્ષણ…

એમીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એમી અને એડ 2022માં એકબીજાને ડેટ કરવાનું શરુ કર્યું છે અને 2024માં બંનેએ લગ્ન કરી લીધા હતા. આ પહેલાં એમીનું હોટેલિયર જ્યોર્જ પાનાયિયોટો સાથે અફેર હતું અને આ રિલેશનશિપથી તેને એક દીકરો છે જેની ઉંમર પાંચ વર્ષની છે. એમી 2010માં તમિળ રિલીઝ મદ્રાસપટ્ટિનમથી પોતાની ફિલ્મી સફરની શરૂઆત કરી હતી.

જેના બે વર્ષ બાદ તેણે એક દિવાનાથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. જેમાં તે પ્રતિ બબ્બર સાથે જોવા મળી હતી. ત્યાર બાદ તે ફિલ્મ સિંઘ ઈઝ બ્લિંગ, ફ્રિકી અલી 2.0 અને તેરી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button