મનોરંજન

Happy Birthday: ટૉપ હીરોઈન, નવાબી ખાનદાનની એક્સ વહુ નહીં, આ ડાર્લિગ મધરને મળો…

તાજતેરમાં જ એક ફિલ્મી કપલ સમાચારોમાં ચમકી રહ્યું છે. જોકે તેમની ફિલ્મો કે અફેર્સને લીધે નહીં પણ તેમની સાથે બનેલી એક ભયાનક ઘટનાને લીધે. પટૌડી ખાનદાનના પુત્ર સૈફ અલી ખાન અને તેની પત્ની કરીના કપૂર હુમલાની ઘટના બાદ પણ ઘણા ચર્ચામાં રહે છે.

Also read : Valentines Day: બોલીવૂડના આ રોમેન્સ કિંગે પોતાના વેલેન્ટાઈન સાથે એક બે નહીં ત્રણ-ત્રણ વખત કર્યા લગ્ન…

Instagram

16મી જાન્યુઆરીએ રાત્રે અભિનેતાના ઘરમાં જ તેના પર થયેલા હુમલા બાદ હવે તે સ્વસ્થ થયો છે અને લાઈફ નોર્મલ થઈ રહી છે, પરંતુ સમાચારોમાં તો ચમક્યા જ કરે છે. આ જ નવાબની પત્નીનો આજે જન્મદિવસ છે. નહીં બેબો નહીં પણ સૈફની પહેલી પત્ની અમૃતા સિંહનો આજે 67મો જન્મદિવસ છે.

IMDB

1983માં બેતાબ ફિલ્મથી બિન્દાસ બ્યુટી તરીકે બોલીવૂડમાં આવેલી અમૃતા સિંહે ઘણી યાદગાર ફિલ્મો આવી છે. ચમેલી કી શાદી, નામ, સાહેબ, મર્દ, જેવી ફિલ્મોમાં તેનું કામ વખાણવામાં આવ્યું છે. ક્રિકેટર રવિ શાસ્ત્રી સાથેના તેનાં સંબંધો, પોતાનાથી 12 વર્ષ નાના સૈફ અલી ખાન સાથેના લગ્ન અને ત્યારબાદ છૂટાછેડા વગેરેને લઈને હંમેશાં લાઈમલાઈટમાં રહી છે.

સૈફએ હવે તેનાંથી 10-12 વર્ષ નાની કરીના કપૂર સાથે લગ્ન કર્યા છે અને આ સંબંધથી પણ તેને બં સંતાનો થયા છે.
જોકે હવે તે ક્યારેક રૂપેરી પડદે દેખાય છે અને નવાબ ખાનદાનની વહુ પણ નથી, પરંતુ તેનો એક બીજો ચહેરો છે અને તે છે મસ્ત મમ્મીનો. પતિથી અલગ થઈને તેણે ઈબ્રાહીમ અને સારાને મોટા કર્યા છે.

Instagram

આજે બન્ને મા-બાપના રસ્તે બોલીવૂડમાં નામ કમાવવા નીકળા છે ત્યારે તેમની ઘણી એવી તસવીરો છે જે તેના અને સંતાનો વચ્ચેના લાગણીના સંબંધોને શબ્દો આપી રહી છે.

Instagram

તો તમે પણ જૂઓ આ તસવીરો. બાળકો નાના હતા ત્યારથી માંડી તેમની સાથે તહેવારો ઉજવતી અમૃતાને. દીકરી સારા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ફોટા શેર કરતી રહે છે.

Also read : હિમેશની ‘Badass Ravikumar’ કે જુનૈદની લવયાપા, બૉક્સ ઓફિસ પર કોણ કમાયું?

Instagram

અમૃતાએ તેનાં જીવન વિશે ખૂલીને વાતો કરી છે. તેને નવાબ ખાનદાને વહુ તરીકે ક્યારેય સ્વીકારી નહીં અને સાસુ શર્મિલા ટાગોર અને પતિ સૈફ સાથેના તેના વણસેલા સંબંધો વિશે તેણે વાત કરી છે. મુંબઈ સમાચારની કથા કૉલાજ કૉલમમાં પણ તેનાં લગ્નજીવન વિશે ઘણા ખુલાસા થયા છે. જોકે હવે તે વાતોને વર્ષો વીતી ગયા. હજુપણ અમૃતા એટલી જ નિખાલસ અને બિન્દાસ્ત રહે છે અને રિયાલિટી શૉમાં તેનો આ અંદાજ લોકોને જોવા મળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button