મનોરંજન

અમિતાભના સાસુ અને જયાના માતાનું થયું નિધન? જાણો શું છે હકીકત

મુંબઈઃ અમિતાભ બચ્ચનના સાસુ અને જયા બચ્ચનના માતા ઈન્દિરા ભાદુરીના મૃત્યુના વહેતા થયેલા અહેવાલ ખોટા છે. એક્ટ્રેસની માતા હાલ હોસ્પિટલમાં એડમિટ છે. ઈન્દિરા ભાદુરીના કરોડરજ્જુનું હાડકું તૂટી ગયું છે, જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈન્દિરા ભાદુરીના કેર ટેકર બબલીએ જણાવ્યું, ઈન્દિરા ભાદુરી બિલકુલ સ્વસ્થ છે. તેમને કરોડરજ્જનું ફેક્ચર થયું છે.

આ પણ વાંચો: અમિતાભ બચ્ચનને સુપરસ્ટાર કોણે બનાવ્યા? ‘શહેનશાહ’ના ટોપ ટેન સિક્રેટ્સ જાણો…

ઈન્દિરા ભાદુરી તેમના પતિના મૃત્યુ બાદ એકલા રહેતા હતા.
રિપોર્ટ્સ અનુસાર, ઈન્દિરા ભાદુરી ભોપાલના શ્યામલા હિલ્સ સ્થિત અંસલ એપાર્ટમેન્ટમાં એકલા રહેતી હતી. 1996માં પતિ તરુણ ભાદુરીના અવસાન બાદ તે ત્યાં એકલી રહેતી હતી. તેમના સ્વર્ગસ્થ પતિ, પત્રકાર અને લેખક, પણ ઘણા અખબારો માટે કામ કરતા હતા.

આ પણ વાંચો: અમિતાભ બચ્ચન પાસેની આ વસ્તુઓ છે ખૂબ જ મૂલ્યવાન, કિંમત સાંભળીને ઉડી જશે હોંશ…

બચ્ચન પરિવારના સભ્યો પહોંચ્યા
અભિષેક બચ્ચન સૌથી પહેલા તેની દાદીના ઘરે પહોંચ્યો હતો. આ સિવાય એવું કહેવામાં આવી રહ્યું છે કે અમિતાભ બચ્ચન પરિવારના અન્ય સભ્યો સાથે ચાર્ટર્ડ પ્લેન દ્વારા ભોપાલ પહોંચ્યા છે. અભિષેક અને શ્વેતા બચ્ચન બંને તેમની દાદીની ખૂબ નજીક હતા. જયા બચ્ચનના માતા-પિતા મધ્ય પ્રદેશના રહેવાસી હતા, જ્યાં જયાનો જન્મ થયો હતો. તેને રીટા અને નીતા નામની બે બહેનો છે. રીટાએ અભિનેતા રાજીવ વર્મા સાથે લગ્ન કર્યા છે. જયા બચ્ચનના કરિયરની વાત કરીએ તો તેણે ખૂબ જ નાની ઉંમરમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. જયા બચ્ચને માત્ર 15 વર્ષની ઉંમરે સત્યજીત રેની ફિલ્મ મહાનગરથી ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button