OMG, આ કોણ અમિતાભ બચ્ચનને ટિફિનમાં ચિઠ્ઠીઓ મોકલતું હતું?

બોલીવૂડના મોસ્ટ પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ પરિવારમાં બચ્ચન પરિવારની ગણતરી કરવામાં આવે છે. હેડિંગ વાંચીને તમે પણ વિચારમાં પડી ગયા હશો કે અમિતાભ બચ્ચન તો સદીના મહાનાયક છે અને એમની ફેન ફોલોઈંગ તો ખૂબ જ તગડી છે એટલે તેમને ટિફિનમાં ચિઠ્ઠીઓ કોઈ ફીમેલ ફેન જ મોકલતી હશે.
પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અમિતાભ બચ્ચનને કોઈ ફેન નહીં પણ જયા બચ્ચન ખુદ ટિફિનમાં ચિઠ્ઠી મોકલતા હતા, ચાલો તમને આ આખી સ્ટોરી વિશે જણાવીએ…
આપણ વાચો: ફિલ્મફેર એવોર્ડ્સના પ્રમોશનલ બિલબોર્ડ પર અભિષેકનો ફોટો જોઈને અમિતાભ બચ્ચન થયા ભાવુક…
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની લવ સ્ટોરી ખૂબ જ યુનિક છે. અમિતાભ બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સફળ એક્ટર રહી ચૂક્યા છે અને આ જ કારણ છે કે તેઓ ખૂબ જ વ્યસ્ત રહેતા હતા. બિગ બી એટલા વ્યસ્ત રહેતાં હતા કે તેમની પાસે પરિવાર માટે સમય નહોતો. આવા સમયે પોતાના સંબંધોને જીવંત રાખવા માટે બિગ બીને ટિફિનમાં પત્રો લખીને મોકલાવવાનું શરું કર્યું હતું.
ખુદ આ વિશે જયા બચ્ચને ખુલાસો કર્યો હતો. જયા બચ્ચને જણાવ્યું હતું કે એ સમયે આજની જેમ મોબાઈફ ફોન્સ નહોતા. આવી સ્થિતિમાં અમારી કોઈ વાતચીત નહોતી થઈ શકતી.
પરંતુ મેં કામને કારણે પરિવારથી દૂર જઈ રહેલાં અમિતાભ બચ્નને પરિવાર સાથે જોડી રાખવા માટે લંચ બોક્સમાં નાની નાની ચિઠ્ઠીઓ મોકલવાનું શરૂ કર્યું. ક્યારેક ચિઠ્ઠીમાં ઘરે વહેલાં આવવાની તો ક્યારેક બાળકોની તબિયતને લઈને કોઈ વાત ચિઠ્ઠીઓમાં લખાતી.
આપણ વાચો: આરાધ્યાના જન્મદિવસે દાદા અમિતાભ બચ્ચન થયા ‘ભાવુક’, લખી મજેદાર વાત…
અમિતાભ બચ્ચન માટે પણ આ ચિઠ્ઠીઓ ખૂબ જ ખાસ રહેતી હતી. આ ચિઠ્ઠીઓને કારણે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના સંબંધો મજબૂત બનવા લાગ્યા હતા.
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની લવ સ્ટોરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આઈકોનિક લવ સ્ટોરીમાંથી એક છે. જોકે, બિગ બીનું નામ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આઈકોનિક એવરગ્રીન એક્ટ્રેસ રેખા સાથે પણ જોડાયું હતું અને તેમની અધૂરી લવ સ્ટોરી પણ ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ છે.
બચ્ચન પરિવારની વાત કરીએ તો છેલ્લાં કેટલાક સમયથી બચ્ચન પરિવાર પારિવારિક કારણોસર ચર્ચામાં આવતો રહે છે અને એનું કારણ છે અભિષેક અને ઐશ્વર્યાના સંબંધો.
આપણ વાચો: ધર્મેન્દ્રના સમાચાર સાંભળી અમિતાભ બચ્ચન સ્તબ્ધ! બિગ બીએ મોડી રાતે પોસ્ટ શેર કરીને…
ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી ખટપટ ચાલી રહી હોવાના અહેવાલો સામે આવી રહ્યા હતા. જોકે, કપલે આ વિશે ક્યારેય ખુલીને કંઈ કહ્યું નથી. અવારનવાર બંને જણ સાથે દેખાઈને છુટા પડવાની અટકળોને રદીયો આપતા રહે છે.
વાત કરીએ અમિતાભ બચ્ચનના વર્ક ફ્રન્ટની તો અમિતાભ બચ્ચન હાલમાં લોકપ્રિય ક્વીઝ શો કૌન બનેગા કરોડપતિની 17મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે. ત્યાર બાદ ટૂંક સમયમાં જ તેઓ ફિલ્મ કલ્કી 2898 એડીની સિક્વલમાં જોવા મળશે. આ સિવાય તેઓ નિતેશ તિવારીની ફિલ્મ રામાયણમાં પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે.



