Amitabh Bachachanની દોહિત્રી Navyaએ કોના ફોટો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું I Love You?
હેડિંગ વાંચીને તો તમે પણ એવું વિચારી રહ્યા હોવ કે અમિતાભ બચ્ચનની દોહિત્રી Navya Naveli Nanda કોઈના પ્રેમમાં પડી હોય તો એવું નથી ભાઈ. હાલમાં નવ્યા પોતાના પોડકાસ્ટ શો વોટ ધ હેલ નવ્યાની બીજી સિઝનને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં આવતી હોય છે અને તેણે પોતાની મમ્મી શ્વેતાના જન્મદિવસે પોસ્ટ કરીને બર્થડે વિશ કર્યું હતું અને તેને આઈ લવ યુ લખ્યું હતું.
નવ્યા આખા બચ્ચન પરિવાર સાથે એક અલગ પ્રકારનો બોન્ડ શેર કરે છે પછી એ નાની Jaya Bachchanની વાત હોય કે નાના Amitabh Bachchan કે મામા Abhishek Bachchanની વાત હોય.
આજે અમિતાભ બચ્ચનની લાડલી Shweta Bachchan આજે પોતાનો 50મો જન્મદિવસ ઊજવી રહી છે. શ્વેતાના આ સ્પેશિયલ ડેના દિવસે બચ્ચન પરિવાર પોતાની લાડકવાયીને શુભેચ્છા આપીને સ્પેશિયલ ફીલ કરાવી રહ્યો છે. નવ્યાએ પોતાની મમ્મી કમ ફ્રેન્ડ શ્વેતાને ખાસ અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
નવ્યાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મમ્મી સાથે પોતાની બાળપણની ખાસ યાદો શેર કરી છે. આ ફોટોમાં શ્વેતા નાનકડી પ્રિન્સેસ નવ્યાને તેડીને ઊભેલી જોવા મળી રહી છે. જ્યારે બીજા ફોટોમાં નવ્યા મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે અને શ્વેતા પણ પોતાની લાડકવાયીને પ્રેમ અને વહાલથી નિહાળતી જોવા મળી રહી છે. આ ફોટો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું છે કે હેપ્પી બર્થડે મોમ, આઈ લવ યુ… આ સાથે સાથે જ નવ્યાએ હાર્ટનું ઈમોજી પણ પોસ્ટ કરીને શ્વેતા પર પ્રેમ વરસાવતી જોવા મળી હતી.
શ્વેતા માટે પોસ્ટ કરેલી નવ્યાની પોસ્ટ પર તેના અને શ્વેતાના ફેન્સ લાઈક્સ અને કમેન્ટ બોક્સમાં શુભેચ્છાનો વરસાદ કરતાં જોવા મળી રહ્યા છે.
નવ્યાની વાત કરીએ તો અગાઉ જણાવ્યું એમ નવ્યા નવેલી નંદા હાલમાં પોતાના પોડકાસ્ટ વોટ ધ હેલ નવ્યાની સેકન્ડ સિઝનને કારણે અવારનવાર લાઈમલાઈટમાં આવતી હોય છે. આ પોડકાસ્ટ પર તે નાની જયા, મમ્મી શ્વેતા અને ભાઈ અગસ્ત્ય સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરતી પણ જોવા મળે છે.