અમિતાભ બચ્ચનની દીકરી 3000 રૂપિયા માટે કરતી હતી આવું કામ! થઇ રહી છે ટ્રોલ

અભિનયના શહેનશાહ ગણાતા અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચને પણ દેશની ટોપ બિઝનેસ વુમનમાં નામ બનાવ્યું છે. બિઝનેસના ક્ષેત્રમાં તેણે ઘણા એવાર્ડ પણ જીત્યા છે. જિંદગીમાં આવો સફળ મુકામ હાંસલ કરનારી શ્વેતા બચ્ચને શરૂઆતમાં માત્ર 3000 રૂપિયામાં કામ કર્યું હતું એમ કોઇ કહે તો તમને પણ નવાઇ લાગશે, પણ એ અફવા નથી સાચી વાત છે. શ્વેતાએ પોતે જ આ વાતનો ખુલાસો કર્યો છે. હવે આ અંગેની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
વિરલ ભાયાનીએ સોશિયલ મીડિયાપર એક વીડિયો શેર કર્યો છએ, જેના કેપ્શનમા ંતેણે આ વાત લખી છે. આ માટે લોકો તેને ઘમી ટ્રોલ કરી રહ્યા છે. વીડિયોપર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું હતું કે વાહ, તે કેટલી ગરીબ હતી. તો અન્ય અક યુઝરે લખ્યું હતું કે આ સારી મજાક છે.
જોકે, આ પહેલા પણ શ્વેતાએ ‘વોટ ધ હેલ નવ્યા’ના એક એપિસોડમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે કારકિર્દીની શરૂઆતમાં તે કિન્ડરગાર્ટન સ્કૂલમાં આસિસ્ટંટ ટિચર તરીકે કામ કરતી હતી અને તેનો પગાર માત્ર 3000 રૂપિયા હતો.
જ્યારે શ્વેતાએ નિખીલ નંદા સાથે લગ્ન કર્યા અને તે દિલ્હી શિફ્ટ થઇ ત્યારે શરૂઆતમાં તેણે બાળકોની સ્કૂલમાં કામ કર્યું હતું. શ્વેતાએ જોકે, એમ પણજણાવ્યું હતું કે તેનો અને પૈસાનો બહુ જ ખરાબ સંબંધ છે. તેની પાસે પૈસા ટકતા જ નથી.