બર્થડે પર Amitabh Bachchanને કોણે આપી કરોડોની ગિફ્ટ? | મુંબઈ સમાચાર
મનોરંજન

બર્થડે પર Amitabh Bachchanને કોણે આપી કરોડોની ગિફ્ટ?

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન 11મી ઓક્ટોબરના રોજ પોતાનો 83મો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને દેશભરમાંથી ફેન્સ બિગ બીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. ગઈકાલ રાતથી જ લોકો બિગ બીના જલસા બંગલોની બહાર સેલિબ્રેશન કરી રહ્યા છે. બિગ બીને તેમના બર્થડે પર મોંઘી મોંઘી ગિફ્ટ્સ મળી રહી છે, ત્યારે બિગ બીએ ખુદ પણ પોતાની જાતને એક સ્પેશિયલ કરોડોની મોંઘીદાટ ગિફ્ટ આપી છે. ચાલો જોઈએ આખરે બિગ બીએ પોતાની જાતને શું ગિફ્ટ આપ્યું છે અને કેમ તે આટલી સ્પેશિયલ છે-

મળતી માહિતી મુજબ અમિતાભ બચ્ચને મુંબઈ નજીક આવેલા અલીબાગ ખાતે ત્રણ પ્લોટ ખરીદ્યા છે અને આ પ્લોટ એટલા માટે ખાસ છે કારણ કે તેમણે ભારતીય ક્રિકેટ ટીમના કિંગ કોહલી એટલે કે વિરાટ કોહલીની પ્રોપર્ટીની નજીક આ પ્લોટ ખરીદ્યા છે, એવો દાવો પણ એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. આમ હવે વિરાટ કોહલી અને અમિતાભ બચ્ચન બંને એકબીજાના પડોશી બની ગયા છે.

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર બિગ બીએ 96, 97 અને 98 નંબરના પ્લોટ ખરીદ્યા છે અને તે 9,557 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા છે અને તેન માટે બિગ બીએ સાડા છ કરોડ રૂપિયાથી પણ વધુ પૈસા ચૂકવ્યા છે. આ ત્રણેય પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન સાતમી ઓક્ટોબરના એટલે કે બિગ બીના બર્થડેના ચાર દિવસ પહેલાં જ થયું હતું. આ પ્રોપર્ટી માટે બિગ બીએ 39.58 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ભરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બીની અલિબાગમાં આ બીજી પ્રોપર્ટી છે. આ પહેલાં એપ્રિલ, 2025માં તેણે 10 કરોડ રૂપિયામાં 10,000 સ્ક્વેર ફૂટનો એક પ્લોટ ખરીદ્યો હતો. આ સિવાય અયોધ્યા ખાતે પણ રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પહેલાં બિગ બીએ પ્રોપર્ટી ખરીદી હતી. ટૂંકમાં, બિગ બી હાલમાં મોટા પ્રમાણમાં પ્રોપર્ટીમાં પૈસા રોકી રહ્યા છે.

આ પ્રોપર્ટી ખરીદવાના સમાચાર બરાબર બિગ બીના બર્થડે પહેલાં આવ્યા છે એટલે ફેન્સ આ સમાચારને બિગ બીએ પોતાની જાતને બર્થડે પર આપેલી બેસ્ટ ગિફ્ટ માની રહ્યા છે અને બિગ બીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

આ પણ વાંચો…Amitabh Bachhan@83: આ ઉંમરે તેમની ફીટનેસનું સિક્રેટ જાણવું છે?

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button