Amitabh Bachchanએ પોસ્ટ કરી કેમ કહ્યું ઓછું બોલવું જ…

હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા ને? બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 83 વર્ષની ઉંમરે પણ એકદમ એનર્જેટિક અને એક્ટિવ છે. તેમની સ્ફૂર્તિ જોઈને ભલભલા યુવાનો પણ શરમાઈ જાય.
આ ઉંમરે પણ બિગ બી સોશિયલ મીડિયા પર સુપર એક્ટિવ છે અને તેમણે હાલમાં જ તેમના ફોલોવર્સ વધતા ના હોવાથી આ સંખ્યા વધારવા માટે શું કરવું જોઈએ એ માટે ફેન્સ પાસેથી સજેશન્સ મંગાવ્યા હતા અને હવે આશ્ચર્ય વચ્ચે બિગ બીને પોતાની આ સમસ્યાનું સમાધાન મળી ગયું છે અને આ વાત પણ તેમણે પોસ્ટ કરીને જ જણાવી છે.
આપણ વાંચો: સૂટબૂટમાં આવેલી રેખાને એકીટશે જોતા રહ્યા અમિતાભ બચ્ચન, જયા બચ્ચને આપ્યું આવું રિએક્શન…
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં અમિતાભ બચ્ચને લખ્યું હતું કે મને ખ્યાલ આવી ગયો છે કે મારા ફોલોવર્સ કેવી રીતે વધશે. ઓછું બોલો, ઓછું લખો… અહીંયા તમારી જાણ માટે કે 14મી એપ્રિલના બિગ બીએ પોસ્ટ કર્યું હતું કે ખૂબ જ મહેનત કરું છું, પણ આ 49 મિલિયનથી વધુ ફોલોવર્સ વધી જ નથી રહ્યા. કોઈ ઉપાય જણાવો.
બિગ બીની આ પોસ્ટ પર યુઝર્સે તેમને જાત જાતના ઉપાયો સૂચવ્યા હતા, જેમાં રેખા સાથેની સેલ્ફી પોસ્ટ કરવાથી લઈને તેની સાથે લગ્ન કરી લેવા સુધીની સલાહ, ચારધામની યાત્રા કરવા સુધીના સૂચનોનો સમાવેશ થતો હતો.
લોકોની આવી અળવિતરી સલાહ સાંભળીને બિગ બીએ 15મી એપ્રિલના એક પોસ્ટ કરી હતી કે ભાઈ ધન્યવાદ આટલા બધા સૂચનો અને સલાહ માટે, માફ કરજો પરંતુ એમાંથી એક પણ કામની નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે બચ્ચન પરિવાર હાલમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચન વચ્ચેના વિખવાદને કારણે વધારે ચર્ચામાં આવતો રહે છે. જોકે, ઐશ્વર્યા અને અભિષેકે પણ પોતાના સંબંધો વિશે ખુલીને કંઈ પણ કહેવાનું પસંદ કર્યું છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં બિગ બી લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિની હોસ્ટ કરતાં જોવા મળી રહ્યા છે. આ પહેલાં વચ્ચે એવા સમાચાર આવી રહ્યા હતા કે કેબીસીની આગામી સિઝન બિગ બી હોસ્ટ નહીં કરે, પણ આખરે મામલો થાળે પડ્યો અને હવે કેબીસીની આગામી સિઝન પણ બિગ બી જ હોસ્ટ કરશે.