પોતાનું ઘર એ પોતાનું જ હોય… Bachchan Familyના સદસ્યની પોસ્ટ થઈ વાઈરલ…
હાલમાં બોલીવૂડના મોસ્ટ પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલીમાંથી એક એવો બચ્ચન પરિવાર ફેમિલી ડિસ્પ્યુટ્સને કારણે ચર્ચામાં રહે છે. છેલ્લાં કેટલાય સમયથી અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) ડિવોર્સની અફવાઓને કારણે ટોક ઓફ ધ ટાઉન બની ચૂક્યા છે. દરમિયાન સોશિયલ મીડિયા પર બચ્ચન પરિવારના સદસ્યએ કરેલી પોસ્ટ ચર્ચામાં આવી છે.
હવે આ બધી માથાકૂટ બચ્ચે બિગ બી એટલે કે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે એક નાનકડો મેસેજ લખ્યો છે અને જોત-જોતામાં આ મેસેજ વાઈરલ થઈ રહ્યો છે. નેટિઝન્સ આ પોસ્ટ પર કમેન્ટ કરી રહ્યા છે. ચાલો જોઈએ શું છે આખો મામલો-
અમિતાભ બચ્ચનને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે પોતાનું ઘર એ પોતાનું હોય છે, પછી ગમે એવું કેમ ના હોય. કહેવા માટે તો આ નાનકડી સાદી-સિમ્પલ વાત છે, પરંતુ એવા સમયે સામે આવી છે જ્યારે ઓલરેડી પરિવારમાં ભંગાણની વાતો ચાલી રહી છે. જેને કારણે લોકો આ વાતને ઐશ્વર્યા અને અભિષેક સાથે જોડીને જોઈ રહ્યા છે.
આ પણ વાંચો : અમિતાભ બચ્ચનને સુપરસ્ટાર કોણે બનાવ્યા? ‘શહેનશાહ’ના ટોપ ટેન સિક્રેટ્સ જાણો…
નેટિઝન્સ એવી અટકળ લગાવી રહ્યા છે કે બિગ બી આવી પોસ્ટ કરીને ઐશ્વર્યા અને અભિષેક બંનેને મેસેજ આપવા માંગી રહ્યા છે, કારણ કે છેલ્લાં કેટલા સમયથી ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે કંઈ પણ ઠીક થી ચાલી રહ્યું અને બંને જણ ટૂંક સમયમાં જ ડિવોર્સ લઈ શકે છે. જોકે, આ બાબતે ઐશ્વર્યા કે અભિષેક દ્વારા કોઈ પણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું.
લાંબા સમયથી ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે પોતાની માતાના ઘરે રહે છે અને તે જાહેરમાં પણ બચ્ચન પરિવાર કે પતિ અભિષેક સાથે દેખાવવાનું ટાળે છે. એટલું જ નહીં પણ ઐશ્વર્યાના જન્મદિવસે અભિષેકે તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વિશ નહોતું કર્યું. આ બધી વાતોને કારણે જ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે કોઈકને કોઈક પ્રોબ્લેમ તો ચોક્કસ છે.
T 5178 – अपना घर, चाहे वो कैसा भी हो, अपना घर होता है
— Amitabh Bachchan (@SrBachchan) October 29, 2024