અમિતાભ બચ્ચને દિવાળીમાં સ્ટાફને આપ્યું આટલું બોનસ અને ખાસ ગિફ્ટ, વીડિયો વાયરલ… | મુંબઈ સમાચાર
મનોરંજન

અમિતાભ બચ્ચને દિવાળીમાં સ્ટાફને આપ્યું આટલું બોનસ અને ખાસ ગિફ્ટ, વીડિયો વાયરલ…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન 83 વર્ષે સોશિયલ મીડિયા પર સુપર એક્ટિવ છે અને તેઓ સોશિયલ મીડિયા પર પોતાની રોજિંદી નાની મોટી અપડેટ્સ શેર કરતાં હોય છે. ઘણી વખત બિગ બી પોતાની આ આદતને કારણે ટ્રોલ્સના નિશાના પર આવી જતાં હોય છે. હવે ફરી એક વખત બિગ બીએ આવા જ એક વીડિયોને કારણે ટ્રોલિંગનો ભોગ બન્યા છે. વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક યુવક એવો દાવો કરે છે કે બિગ બીએ આ વખતે દિવાળીમાં તેમના સ્ટાફને 10,000 રૂપિયા રોકડા અને મિઠાઈ આપી છે. બસ બિગ બી આ વીડિયોને કારણે ટ્રોલ્સના નિશાના પર આવી ગયા છે.

દિવાળીમાં નોકરિયાત વર્ગને બોનસ અને સ્વીટ્સની આશા હોય છે. હવે આજના સોશિયલ મીડિયાના જમાનામાં એક કન્ટેન્ટ ક્રિયેટરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોની કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે બોલીવૂડના સૌથી મોટા સ્ટાર અમિતાભ બચ્ચને પોતાના સ્ટાફ અને સિક્યોરિટી ગાર્ડ્સને 10,000 રૂપિયાનું બોનસ અને મિઠાઈ આપી છે.

આ પણ વાંચો : અમિતાભ બચ્ચનનું આ સુપરહિટ ગીત જોઈને અધવચ્ચેથી જ જતાં રહ્યા જયા બચ્ચન, અને પછી…

આ કન્ટેન્ટ ક્રિયેટર વીડિયોમાં કહે છે કે અહીં મિઠાઈ વહેંચવામાં આવી રહી છે. આ બિગ બીનું ઘર છે. ત્યાર બાદ તે ત્યાંથી પસાર થતાં લોકો સાથે વાત કરે છે અને બોનસ અને દિવાળી ગિફ્ટમાં શું મળ્યું એવું પૂછે છે. વીડિયોમાં જોવા મળતો એક યુવક મિઠાઈના બોક્સ સિવાય એક કવર દેખાડતાં 10,000 રૂપિયા રોકડા મળ્યા હોવાનું જણાવે છે.

અહીંયા સુધી સ્ટોરી ઓકે હતી. પરંતુ જેવો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો કે યુઝર્સે તરત જ બિગ બીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. કેટલાક લોકો સ્ટાફને આટલી મામૂલી રકમ આપવા માટે બિગ બીની ટીકા કરી રહ્યા છે તો કેટલાક લોકો એવા પણ છે કે જેઓ બિગ બીના સપોર્ટમાં છે. એટલું જ નહીં આ લોકો બિગ બીના વખાણ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Amitabh Bachchanએ કેમ કહ્યું કે આજ રાત હમકો નીંદ નહીં આયેગી…

જોકે, આ વીડિયો સાચો છે કે માત્ર મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે તેની કોઈ સત્તાવાર માહિતી મળી શકી નહોતી. બચ્ચન પરિવાર કે તેમની ટીમ દ્વારા આ વાઈરલ વીડિયો બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, એટલે આ વીડિયોની વિશ્વસનીયતા સામે એક મોટો પ્રશ્ચાર્થ ચિહ્ન છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બિગ બી હાલમાં લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરતાં જોવા મળી રહ્યા છે. આ સિવાય હાલમાં તેઓ તમિળ ફિલ્મ વૈટ્ટેયનમાં પણ જોવા મળ્યા હતા, જેમાં તેમની સાથે સાઉથના સુપરસ્ટાર રજનીકાંત જોવા મળ્યા હતા. ફિલ્મ ભલે ફ્લોપ ગઈ હતી પરંતુ તેમની એક્ટિંગના લોકોએ વખાણ કર્યા હતા.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button