બચ્ચન પરિવારમાં વિવાદ વચ્ચે Amitabh Bachchanએ ભર્યું મોટું પગલું, હવે…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ને લઈને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બચ્ચન પરિવાર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)ના ડિવોર્સને કારણે તો ચર્ચામાં આવતો જ હોય છે, પરંતુ હવે અમિતાભ બચ્ચને એવું પગલું ભર્યું છે કે જેને કારણે લોકો ચોંકી ઉઠ્યા છે.
બિગ બીએ મુંબઈના ઓશિવારા ખાતે આવેલી પોતાની એક પ્રોપર્ટી વેચી દીધી છે. આ પહેલાં જ્યારે બિગ બીએ પ્રતિક્ષા બંગલો દીકરી શ્વેતા બચ્ચનના નામે કર્યો હતો ત્યારે બચ્ચન પરિવારમાં આવેલા ભૂકંપના આફ્ટર શોક્સ અત્યારે પણ અનભુવાઈ રહ્યા છે. જોઈએ હવે બિગ બીના આ પગલાંને કારણે બચ્ચન પરિવારને કેવો અને કેટલો મોટો આંચકો લાગે છે
મળતી માહિતી મુજબ અમિતાભ બચ્ચને મુંબઈના ઓશિવારા ખાતે આવેલો પોતાનો ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ 83 કરોડ રૂપિયામાં વેચી દીધો છે. પ્રોપર્ટી રજિસ્ટ્રેશન માટેની વેબસાઈટ પરથી આ બાબતનો ખુલાસો થયો હતો. બિગ બીનો આ એપાર્ટમેન્ટ ધ એટલાંટિસ નામની ઈમારતમાં આવેલો છે, જેમાં 4,5 અને 6 બીએચકે એપાર્ટમેન્ટ્સ આવેલા છે. આ એપાર્ટમેન્ટ 5,185.62 સ્ક્વેયર ફીટનો છે. આ પ્રોપર્ટી સાથે 4,800 સ્ક્વેયર ફૂટની બાલ્કની છે અને 6 મેકેનાઈઝ્ડ કાર પાર્કિંગ પણ છે. આ એપાર્ટમેન્ટની સ્ટેમ્પ ડ્યૂટી જ 4.98 કરોડ રૂપિયા અને રજિસ્ટ્રેશન ચાર્જ 30,000 રૂપિયા જેટલી છે.
આ પણ વાંચો…Aishwarya Rai-Bachchan અને Sushmita Senને બ્યુટીમાં ટક્કર આપનારી એક્ટ્રેસ હાલ જીવી રહી છે આવું જીવન…
2021માં બિગ બીએ આ એપાર્ટમેન્ટ 31 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને હવે 83 કરોડ રૂપિયામાં તેને વેચી દીધો હતો. આ કિંમત એપાર્ટમેન્ટના મૂળ કિંમત કરતાં 168 ટકા વધારે છે. આ જ એપાર્ટમેન્ટમાં બોલીવૂડ એક્ટ્રેસ ક્રિતી સેનન ભાડે રહી ચૂકી છે અને એ માટે તે 10 લાખ રૂપિયા ભાડું આપતી હતી જ્યારે સિક્યોરિટી ડિપોઝિટ તરીકે 60 લાખ રૂપિયા આપ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બી પાસે બીજી પણ અનેક પ્રોપર્ટી છે. ગયા વર્ષે જ બિગ બીએ 8,429 સ્ક્વેયર ફૂટ કાર્પેટ એરિયાની ત્રણ અને કમર્શિયલ પ્રોપર્ટી આશરે 60 કરોડ રૂપિયામાં ખરીદી હતી. આ સિવાય એટલાંટિસમાં જ 8,396 સ્ક્વેયર ફીટ કાર્પેટ એરિયાના બીજા ચાર યુનિટ પણ બિગ બીના નામે છે, જેની કિંમત 29 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.