મનોરંજન

અમિતાભ બચ્ચનને સુપરસ્ટાર કોણે બનાવ્યા? ‘શહેનશાહ’ના ટોપ ટેન સિક્રેટ્સ જાણો…

બોલીવૂડના ‘શહેનશાહ‘ એટલે કે અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે. ૮૨ વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચન ફિલ્મોમાં સક્રિય છે. ૧૯૬૯માં આવેલી ફિલ્મ સાત હિન્દુસ્તાનીથી ડેબ્યૂ કરનાર અમિતાભ બચ્ચને એક સાથે ૧૨ ફ્લોપ ફિલ્મો આપી હતી. તેને હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પંચાવન વર્ષ થઈ ગયા છે અને આ દરમિયાન તેમણે ૧૩૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.
અમિતાભ બચ્ચનના જન્મદિવસના ખાસ અવસર પર અમે તમને તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીએ. કેવી રીતે તેને પહેલા ફ્લોપ સ્ટારનો ટેગ મળ્યો અને પછી સુપરસ્ટાર બન્યા, તેમના આગમનથી ક્યા સ્ટારનું સ્ટારડમ હચમચી ગયું હતું અને કેવી રીતે તે બોલિવૂડના ‘શહેનશાહ’ તરીકે ઓળખાવા લાગ્યા.

આ પણ વાંચો : Jaya Bachchanને લઈને પૂછ્યો પર્સનલ સવાલ, Amitabh Bachchanએ આપ્યું આવું રિએકશન…

  • અમિતાભ બચ્ચનની પહેલી ફિલ્મ સાત હિન્દુસ્તાની બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. આ પછી તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તે બધી ફ્લોપ રહી. તેમની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં બિગ બીની ૧૨ ફિલ્મો ફ્લોપ થઈ જે પછી તેમને ફ્લોપ અભિનેતાની ટેગ લાગી હતી.
  • બિગ બીનું નસીબ જ્યારે પ્રકાશ મહેરાની ફિલ્મ જંજીરથી બદલાયું. આ ફિલ્મમાં તેમની સાથે જયા બચ્ચન હતી, ત્યારે અભિનેત્રીનું નામ જયા ભાદુરી હતું. જયા સાથે અમિતાભની જોડી જામી ગઈ અને આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ.
  • અમિતાભ બચ્ચન પ્રકાશ મહેરાની ફિલ્મ જંજીરથી ફેમસ થયા હતા. આ ફિલ્મથી રાતોરાત એટલી ખ્યાતિ મેળવી કે તે જમાનાના સુપરસ્ટાર રાજેશ ખન્નાનું સ્ટારડમ તેની સામે ઝાંખું પડવા લાગ્યું.
  • બાદમાં અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્નાએ ફિલ્મ ‘નમક હરામ’માં સાથે કામ કર્યું હતું. રાજેશ ખન્નાએ પોતે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે તેણે લિબર્ટી સિનેમામાં ફિલ્મ ‘નમક હરામ’નો ટ્રાયલ શો જોયો ત્યારે તેમને અંદાજ આવી ગયા કે તેમનો યુગ પૂરો થઈ ગયો.
  • અમિતાભ બચ્ચને ૨૦૧૨માં આવેલી ફિલ્મ અગ્નિપથમાં વિજય દીનાનાથ ચૌહાણની ભૂમિકા ભજવી હતી. અમિતાભ આ નામથી ખૂબ જ પ્રખ્યાત થયા. બહુ ઓછા લોકો જાણે છે કે બિગ બીએ ‘વિજય’ નામનું પાત્ર ૨૦ વખત પડદા પર ભજવ્યું છે.
  • બિગ બીએ ઘણી ફિલ્મોમાં ડબલ રોલ કર્યા છે. અત્યાર સુધી તે કુલ ૧૨ ફિલ્મોમાં ડબલ રોલ કરી ચુક્યા છે. તેમણે ‘મહાન’ ફિલ્મમાં ટ્રિપલ રોલ કર્યો હતો.
  • ફિલ્મ ઝંજીરની સફળતા બાદ પ્રકાશ મહેરાએ સ્ટારકાસ્ટને વિદેશ પ્રવાસે લઈ જવાનું નક્કી કર્યું હતું. પરંતુ અમિતાભ બચ્ચનના પિતા તેમના અને જયાના સંબંધોથી વાકેફ હતા. તેથી જ તેમણે કહ્યું હતું કે તે જયાની સાથે લગ્ન કર્યા પછી જ તેની સાથે વિદેશ જઈ શકશે. આવી સ્થિતિમાં અમિતાભ અને જયાએ તરત જ લગ્ન કરી લીધા હતા.
  • ૧૯૮૮ માં અમિતાભ બચ્ચને ફિલ્મ ‘શહેનશાહ’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેમના શાનદાર અભિનય અને તેમની કારકિર્દી પ્રત્યેના સમર્પણને કારણે તેમને બોલીવૂડના ‘શહેનશાહ’નું બિરુદ આપવામાં આવ્યું હતું.
    ફિલ્મનો એક ડાયલોગ-‘રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ, નામ હૈ ‘શહેનશાહ’ તેમની ઓળખ બની ગયો.
  • ૫૮ વર્ષની ઉંમરે, અમિતાભ બચ્ચને તેમની કારકિર્દીની ટોચ પર તેમની અભિનય કારકિર્દી છોડી દીધી હતી અને ૨ વર્ષ માટે એકાંતવાસમાં જતા રહ્યા હતા. તેમણે સ્વિટ્ઝર્લેન્ડમાં એક એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું જ્યાં તે એકલા રહેતા હતા. આ વાતનો ખુલાસો તેમના કો-સ્ટાર રજનીકાંતે એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો.
  • અમિતાભ બચ્ચન ૩૧૯૦ કરોડની સંપત્તિના માલિક છે. તેમણે તેમની હયાતીમાં જ તેમની મિલકતના વારસદારનું નામ જાહેર કર્યું છે. કૌન બનેગા કરોડપતિના એક એપિસોડમાં બિગ બીએ કહ્યું હતું કે તેમની પાસે જે પણ છે તે તેમના બાળકો અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન વચ્ચે સમાનરૂપે વહેંચવામાં આવશે.

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker