આ એક્ટ્રેસના ચંપલ ઉપાડીને એની પાછળ ફરતાં હતા Amitabh Bachchan, Jaya Bachchan જોશે તો…

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે જે ધન-દૌલત અને શાનો-શૌકતથી એકદમ પરે છે. આજે બિગ બી જ્યાં છે ત્યાં પહોંચવાનું દરેક સ્ટારનું સપનું છે. જોકે, એ વાત અલગ છે કે આજ સુધી કોઈ આ સ્ટાર ત્યાં સુધી પહોંચવાની વાત તો દૂર જ છે પણ એ મુકામને કોઈ સ્પર્શી પણ નથી શક્યું. પણ શું તમને ખબર છે કે આજે આટલી લેવિશ લાઈફ જીવી રહેલાં અમિતાભ બચ્ચન એક સમયે કોઈ બોલીવૂડ એક્ટ્રેસની ચંપલ ઉપાડીને તેની પાછશ પાછળ ચાલતા હતા? એટલું જ નહીં પણ એ જ એક્ટ્રેસે બિગ બીને લાફો પણ મારી દીધો હતો. કહાનીમાં ટ્વીસ્ટ તો એ છે કે આ એક્ટ્રેસ તેમના પત્ની જયા બચ્ચન (Jaya Bachchan) તો નહોતા જ. ચાલો તમને જણાવીએ આ આખા કિસ્સા વિશે…
આ પણ વાંચો: Abhishek અને Aishwaryaના ડિવોર્સ સમાચાર વચ્ચે Amitabh Bachchanએ Familyને લઈને કરેલી પોસ્ટ વાઈરલ
વાત એ સમયની છે કે જ્યારે બિગ બી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના પગ જમાવવા માટે સ્ટ્રગલ કરી રહ્યા હતા. એ સમયે તેઓ એક એક્ટ્રેસની ચંપલ ઉઠાવીને તેમની પાછળ પાછળ ચાલતા હતા અને આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ વહીદા રહેમાન (Waheeda Raheman).
વહીદા રહેમાન અને સુનિલ દત્ત (Sunil Dutt)ની ફિલ્મ રેશ્મા અને શેરામાં બિગ બીને એક નાનકડી ભૂમિકા કરવાનો મોકો મળ્યો હતો. આ જ ફિલ્મના એક સીન વખતે વહીદાજીને ગરમ ગરમ રણપ્રદેશમાં જઈને બેસવાનું હતું. એ સમયે ગરમી એટલી હતી કે ચંપલ પહેર્યા બાદ પણ પગ બળતા હતા. આવી સ્થિતિમાં સીન માટે વહીદાજીએ ખુલ્લા પગે રેતી પર ચાલવાનું હતું. જેવો ફિલ્મનો સીન પૂરો થયો કે અમિતાભ બચ્ચન ભીડની સામે તેમની ચંપલ પહેરીને ભાગવાનું શરૂ કરી દીધું જેથી એમના પગ ના બળે. આ ઘટનાને તેઓ પોતાના જીવનની સૌથી ક્ષણમાંથી એક માનતો હતો.
આ પણ વાંચો: લિજેન્ડ અભિનેત્રી વહિદા રહેમાનને મળ્યો આ પુરસ્કાર, ભાવુક થઈને આપ્યું આ નિવેદન
જે વહીદાજી માટે અમિતાભ બચ્ચને એટલું કહ્યું એમણે જ અમિતજીને જોરદારો લાફો મારી દીધો હતો, અલબત્ત આ પણ તેમણે એક સીનના ભાગરૂપે જ કર્યું હતું. ફિલ્મના એક સીનમાં વહીદા રહેમાને અમિતાભ બચ્ચનને લાફો મારવાનો હોય છે. ડિરેક્ટર પણ ઈચ્છતા હતા એક જ ટેકમાં શોટ ઓકે થઈ જાય એટલે લાફો રિયલમાં જ મારવાનો હતો. વહીદાજીએ અમિતાભ બચ્ચનને પહેલાં જ કહ્યું હતું કે હું જોરથી લાફો મારીશ અને સાચે જ તેમણે અમિતાભ બચ્ચનને જોરદારો લાફો મારી દીધો હતો.