13 વર્ષ જૂના એપાર્ટમેન્ટ વેચીને અમિતાભ બચ્ચને કર્યો 47 ટકાનો નફો, ડીલ જોઈને તમારી આંખો પણ…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને હાલમાં મુંબઈમાં પોતાના બે આલિશાન એપાર્ટમેન્ટ વેચ્યા છે અને આ એપાર્ટમેન્ટ તેમણે 13 વર્ષ પહેલાં એટલે કે 2012માં ખરીદ્યા હતા. બિગ બી રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનું પસંદ કરે છે અને તેઓ અવારનવાર મુંબઈ, અલીબાગ સહિત દેશભરમાં વિવિધ જગ્યાએ પ્રોપર્ટી ખરીદતા રહે છે. બિગ બીએ 13 વર્ષ જૂના આ એપાર્ટમેન્ટ વેચીને જોરદાર નફો કમાવ્યો છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર બિગ બીને આ ડિલને કારણે 47 ટકાનો નફો થયો છે.
અમિતાભ બચ્ચન મુંબઈના ગોરેગાંવ ખાતે ઓબેરોય એક્સક્વિઝિટ કોમ્પ્લેક્સમાં બે એપાર્ટમેન્ટ ખરીદ્યા હતા. બિગ બીએ 2012માં બંને એપાર્ટમેન્ટ 8.12 કરોડ રૂપિયમાં ખરીદ્યા હતા અને હવે 13 વર્ષ બાદ જ્યારે તેમણે આ બંને એપાર્ટમેન્ટ વેચ્યા ત્યારે તેમને તેના 47 ટકાનો નફો થયો છે. બિગ બીએ એક એપાર્ટમેન્ટ 6 કરોડ રૂપિયા અને બીજા એપાર્ટમેન્ટ માટે પણ 6 કરોડ રૂપિયાની ડિલ ફાઈનલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને આલીશાન પ્રોપર્ટી છે અને જેમાં ચાર પાર્કિંગનો સમાવેશ પણ થાય છે.
આ પણ વાંચો : અમિતાભ બચ્ચને દિવાળીમાં સ્ટાફને આપ્યું આટલું બોનસ અને ખાસ ગિફ્ટ, વીડિયો વાયરલ…
બિગ બીએ પહેલો એપાર્ટમેન્ટ 31મી ઓક્ટોબર અને બીજો ફ્લેટ બીજા દિવસે સેલ કર્યો હતો, એવો દાવો પણ એક રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો. અહીંયા તમારી જાણ માટે કે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન બંને જણ રિયલ એસ્ટેટમાં ઈન્વેસ્ટ કરવામાં ઈન્ટ્રસ્ટેડ હોય છે.
આ ઉપરાંત આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં બિગ બીએ અંધેરી સ્થિત એટલાંટિસ ખાતે 5,185 સ્ક્વેર ફૂટનો એક ડુપ્લેક્સ 83 કરોડ રૂપિયામાં વેત્યો હતો. જ્યારે મે મહિનામાં તેમણે અયોધ્યા ખાતે 40 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી હતી. આ જ વર્ષે બિગ બીએ આનંદ પંડિતની રિયલ એસ્ટેટ ફર્મમાં પણ 10-10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.
આ પણ વાંચો : અમિતાભ બચ્ચન પર પણ ‘લાબૂબૂ ડોલ’નો ક્રેઝ, કારમાં ડોલ સાથે ડેશબોર્ડ પર દેખાઈ એવી વસ્તુ કે…
બિગ બી છેલ્લાં કેટલાક સમયથી રિયલ એસ્ટેટમાં રોકાણ કરે છે. ગયા વર્ષે તેમણે અભિષેક બચ્ચન સાથે મળીને મુલુંડ વેસ્ટમાં 10 એપાર્ટમેન્ટ ખરીદ્યા હતા, જેની કુલ કિંમત 25 કરોડ રૂપિયા હતી.



