મારી પાસે રોકાણ માટે પૈસા નથી કે ન તો મારી પાસે… જાણો કેમ Amitabh Bachchanએ કહ્યું આવું?

સદીના મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની શાનો-શૌકતમાં કોઈ કમી નથી, પરંતુ જ્યારે બિગ બી જ કહે કે મારી પાસે પૈસા નથી, મારી પાસે પ્રાઈવેટ જેટ નથી તો થોડું ટેન્શન તો થાય જ ને. બિગ બીએ ખુદ આ વાતનો ખુલાસો કર્યો છે. આવો જોઈએ આખરે બિગ બીએ કેમ આવું કહ્યું-
હાલમાં અમિતાભ બચ્ચન તેમના લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરી રહ્યા છે અને આ શોમાં જ તેઓ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચોંકાવનારા ખુલાસા કરતાં હોય છે. સોશિયલ મીડિયા પર કેબીસી-16ની એક ક્લિપ વાઈરલ થઈ રહી છે. આ એપિસોડમાં બિગ બી સામે મહારાષ્ટ્રના મુંબઈથી આવેલા ઋત્વિક ડે હોટસીટ પર બેઠેલાં હતા, જ્યારે ઋત્વિક ડેના નામની ઘોષણા થઈ તો તે તરત જ મંચ પર ચારે બાજુ દોડવા લાગ્યો હતો.
આ પણ વાંચો: Aishwarya Rai-Bachchanની સુંદરતાના થયા વખાણ, અમિતાભ બચ્ચને કહ્યું બહારની સુંદરતા તો…
બિગ બીએ જ્યારે એવું કરવાનું કારણ પૂછ્યું તો ઋત્વિકે જણાવ્યું કે મારી આ ખુશી મારા માતા-પિતા સાથે જોડાયેલી છે, કારણ કે આ હોટસીટ પર બેસવું એ તેના પિતાનું સપનું હતું. બિગ બીએ પાંચ હજાર રૂપિયા માટે તેને સવાલ પૂછ્યો કે એમાંથી કયું ઓપરેશન તમને ઉત્પાદના સ્વરૂપમાં એક વિષમ સંખ્યા આપશે. ઋત્વિકે સવાલ બદલવા માટે જ્ઞાનાસ્ત્રનો ઉપયોગ કર્યો. પરંતુ એ પહેલાં બિગ બીએ જવાબ ગેસ કરવા માટે જણાવ્યું અને તેણે ઓપ્શન બી સીએક્સ ટુ પસંદ કર્યું, પણ તેનો આ વાબ ખોટો હતો.
ઋત્વિકે બિગ બી સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે તે નોર્મલ ફ્લાઈટ્સ કરતાં મોટું વિમાન બનાવવા માંગે છે. તેણે એનો લોગો પણ આ સમયે દેખાડ્યો હતો અને કહ્યું કે તે પોતાની એરલાઈનનું નામ શાર્ક એરલાઈન્સ રાખશે. જેમની પાસે ઓછા પૈસા હશે તેમના માટે ભાડું ઓછું રાખવામાં આવશે, જેથી બધાને એર ટ્રાવેલ કરી શકે. તે બિઝનેસ ક્લાસ અને ઈકોનોમી ક્લાસનું ભાડું પણ જણાવે છે.
આ પણ વાંચો: અમિતાભ બચ્ચનના જમાઈ નિખિલ નંદા સામે આરોપ; આત્મહત્યા માટે ઉશ્કેરણી બદલ FIR દાખલ
બિગ બી આ સાંભળીને ચોંકી ઉઠે છે અને ઋત્વિકને પૂછે છે કે આ વિચાર ક્યારે આવ્યો અને તેમણે તેને સફળતા મળે એવી શુભેચ્છા પણ વ્યક્ત કરી હતી. ઋત્વિકે પણ મોકાનો ફાયદો ઉઠાવતા તરત જ કહ્યું કે શું બિગ બી તેની કંપનીમાં રોકાણ કરશે? બિગ બી આ સવાલ સાંભળીને ચોંકી ઉઠ્યા અને તેમણે જવાબ આપવાનું ટાળતા બીજો સવાલ વાંચવાનું શરૂ કરી દીધું. જોકે, ઋત્વિક રોકાયો નહીં અને તેણે ફરી બિગ બીને ટોક્યા અને પૂછ્યું કે શું બિગ બી પાસે એક પ્રાઈવેટ જેટ છે? આ સાંભળીને બિગ બી સહિત દર્શકો પણ ચોંકી ઉઠે છે.
ઋત્વિકે બિગ બીને એવું પણ પૂછ્યું હતું કે સર મેં સાંભળ્યું છે કે તમારી પાસે એક પ્રાઈવેટ જેટ છે, પણ શું તમે આ પ્રાઈવેટ જેટને ઉડાવો છો? જેના જવાબમાં બિગ બી કહે છે કે ના મારી પાસે કોઈ પ્રાઈવેટ જેટ નથી અને ના તો હું તારી એરલાઈન્સમાં રોકાણ કરીશ, કારણ કે મારી પાસે એટલા પૈસા જ નથી. બિગ બીની આ હાજર જવાબીએ બધાને હસાવી દીધા હતા અને ઋત્વિકે ખુલાસો કર્યો કે અક્ષય કુમારની ફિલ્મ સરફિરા જોયા બાદ તેને આ આઈડિયા આવ્યો હતો. આ ફિલ્મ એરલાઈન કંપની શરૂ કરવાના સપનાની આસપાસમાં ફરે છે.