Shahrukh Khanને લઈને આ શું બોલી ગયા Amitabh Bachchan?
અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હાલમાં લોકપ્રિય ક્વીઝ શો કૌન બનેગા કરોડપતિને કારણે વધારે લાઈમલાઈટમાં આવતા રહે છે. બિગ બી પણ આ શો પર પોતાની પર્સનલ લાઈફ અને ભૂતકાળના કિસ્સાઓને વાગોળતા જોવા મળે છે. હાલમાં સોશિયલ મીડિયા પર બિગ બીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જે વીડિયો જોઈને કદાચ બી-ટાઉનના કિંગખાન શાહરૂખ ખાનને પસંદ નહીં આવે. ચોંકી ગયા ને? ચાલો તમને જણાવીએ એવું તે શું કર્યું બિગ બીએ?
વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર હાલમાં કેબીસીના સેટને એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હોટસીટ પર બિગ બીની સામે બેંકર રશ્મી બેઠા છે. શાહરૂખ લાખે જોડાયેલો સવાલ આવ્યો અને બિગ બીએ કિંગખાનને યાદ કર્યો હતો. જ્યારે રશ્મિએ જણાવ્યું હતું કે મારો સુપરહીરો તો અમિતાભ બચ્ચન છે.
બિગ બીએ રશ્મીને શાહરુખ ખાન સાથે જોડાયેલો સવાલ કર્યો હતો. આ સવાલમાં શાહરૂખ ખાનનો એક ફોટો દેખાડવામાં આવ્યો હતો જેમાં શાહરૂખ ખાન મન્નતની ટેરેસ પર હાથ ફેલાવીને પોતાનો સિગ્નેચર પોઝ આપી રહ્યો હતો. બિગ બીએ કહ્યું કે આ ફોટો એમના ઘરનો છે મન્નતનો. લાખો ફેન્સ આવે છે મન્નતની બહાર, શાહરૂખને જોવા માટે. અહીં તેમણે એક મોટું મચાણ ઊભું કર્યું છે જેના પર ઊભા રહીને શાહરૂખ ખાન આ પોઝ આપે છે અને બસ લોકો પાગલ થાય છે. આવું કહેતાં કહેતાં બિહ બી કિંગ ખાનનો સિગ્નેચર પોઝ આપીને પણ દેખાડ્યો હતો.
આ જોઈને રશ્મિ કહે હે છે કે બાળપણમાં મને કોમિક્સની શોખ હતો અને એમાં પણ હું સુપર હીરોની કોમિક ખૂબ જ વાંચતી હતી. મારો મનગમતો કોમિક સુપરહીરો સુપ્રીમો હતો. એ દિવસે એક્ટિંગ કરતો હતો અને રાતે… સર એ સુપરહીરો તમે છો. તમે ત્યારે પણ હીરો હતા અને આજે પણ છો. ચેનલ દ્વારા આ શોનો પ્રોમો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં બિગ બીની ફિલ્મ શહેનશાહનું મ્યુઝિક પણ સંભળાઈ રહ્યું છે.