મનોરંજન

…તો આ ખાસ નામથી બોલાવે છે જુનિયર બચ્ચનને Amitabh Bachchan!

બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 83 વર્ષે પણ સુપર એક્ટિવ રહે છે. તેમની એનર્જી ભલભલા યંગ એક્ટર્સ-એક્ટ્રેસને પણ પાછળ મૂકી દે છે. સોશિયલ મીડિયા પર સુપર એક્ટિવ રહેલાં બિગ બીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાના દીકરા અભિષેક બચ્ચનનો એક ફોટો શેર કર્યો છે, પણ ફોટો કરતાં પણ ફોટોની કેપ્શને લોકોનું દિલ જીતી લીધું હતું. આ ફોટોની કેપ્શનમાં જ બિગ બીએ જુનિયર બચ્ચનના નીક નેમનો પણ ખુલાસો કર્યો છે. આવો જોઈએ શું છે ખાસ આ ફોટો અને એની કેપ્શનમાં…

Also read : પોતાની શરતો પર મિસ વર્લ્ડનો તાજ જિત્યો હતો આ જાણીતી બી-ટાઉન એક્ટ્રેસે…

અમિતાભ બચ્ચને એ ટ્વીટ પર રિએક્શન આપ્યું છે જેમાં તેમના દીકરા અભિષેક બચ્ચનના વખાણ કરવામાં આવ્યા છે. અહીંયા તમારી જાણ માટે કે અભિષેક બચ્ચનની ફિલ્મ બી હેપ્પી ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રહી છે અને જુનિયર બચ્ચન પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ જ સિલસિલામાં જુનિયર બચ્ચન ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે પેપ્ઝની સામે ફોટોશૂટ કરાવી રહ્યા હતા. કેટલાક લોકોએ અભિષેક બચ્ચનની ડ્રેસિંગ સેન્સના વખાણ કર્યા તો કેટલાક લોકોએ તેની બંને હાથમાં ઘડિયાળ પહેરવાની સ્ટાઈલ પર સવાલ ઉઠાવ્યા હતા.

બિગ બીએ આ પોસ્ટને રીટ્વીટ કર્યું છે. આ પોસ્ટમાં અભિષેક બચ્ચનની સ્ટાઈલના વખાણ કરવામાં આવ્યા છે. બિગ બીએ આ ટ્વીટને રીટ્વીટ કરતાં લખ્યું છે કે શું સાચે જ… આ કારણે જ તને એક ઈવેન્ટમાં સૌથી સ્ટાઈલિશનો એવોર્ડ મળ્યો છે. તું સૌથી બેસ્ટ છે ભૈય્યુ… પ્રેમ અને આશિર્વાદ.

વાત કરીએ અભિષેક બચ્ચનની બે હાથમાં ઘડિયાળ પહેરવાની હેબિટ વિશે તો 14 વર્ષ પહેલાં જ જુનિયર બચ્ચને એનું કારણ જણાવ્યું હતું. એક્ટરે જણાવ્યું હતું કે બંને હાથમાં ઘડિયાળ પહેરવાનો ટ્રેન્ડ તેની મમ્મીએ શરૂ કર્યો હતો.

વાત જાણે એમ છે કે અભિષેક યુરોપ બોર્ડિંગમાં ભણતો હતો એ સમયે તેમની માતા ત્યાંનો સમય જાણવા અને એક ઘડિયાળ અને ઈન્ડિયાનો સમજ જાણવા બીજી ઘડિયાળ પહેરતાં હતા. પછી અમિતાભ બચ્ચને ફિલ્મ બુઢ્ઢા હોગા તેરા બાપ ફિલ્મમાં બંને હાથમાં ઘડિયાળ પહેરી હતી અને એને કારણે તે એક ફેશન બની ગયું.

Also read : Abhishek Bachchanને દોડીને ગળે લગાવી જયા બચ્ચનની ‘દુશ્મન’ને અને…

અભિષેક બચ્ચનની ફિલ્મ બી હેપ્પી 14મી માર્ચના ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મમાં નોરા ફતેહી પણ જોવા મળશે.

સંબંધિત લેખો

Back to top button