Amitabh Bachchanએ પરિવારને લઈને કર્યો એવો ખુલાસો કે…
બોલીવૂડની મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હાલમાં પોતાની ફેમિલી લાઈફને કારણે વધારે ચર્ચામાં છે. અનેક રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર બચ્ચન પરિવારમાં છેલ્લાં કેટલાય સમયથી કંઈક ઠીક નથી ચાલી રહ્યું છે. એમાં પણ ખાસ કરીને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan)ના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું છે ત્યારથી તો દરરોજ કોઈને કોઈ નવી વાતો આ પરિવારને લઈને બહાર આવતી હોય છે. આ બધા વચ્ચે હવે બિગ બીએ પોતાના પરિવારને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જે સાંભળીને કદાચ તમારા પગ નીચેથી જમીન ખસી જશે.
વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો અમિતાભ બચ્ચનના લોકપ્રિય ક્વીઝ શો કૌન બનેગા કરોડપતિના સેટનો છે. શો પર બિગ બી પોતાની પર્સનલ લાઈફને લઈને જાત-જાતના ખુલાસો કરતાં હોય છે અને આવા જ એક ખુલાસા દરમિયાન બિગ બીએ જણાવ્યું હતું કે તે અડધા સરદાર છે. ચાલો જોઈએ શું છે બિગ બીનું આ સન ઓફ સરદાર કનેક્શન…
આ પણ વાંચો : Amitabh Bachchanએ કેમ કહ્યું માંડ માંડ બચ્યો હું…
બિગ બી એટલે કે અમિતાભ બચ્ચનના માતાનું નામ તેજી બચ્ચન હતું અને તેજી બચ્ચનનો સંબંધ સિખ પરિવારથી હતો. આ સિવાય તેજી બચ્ચનનું ભૂતપૂર્વ પીએમ ઈંદિરા ગાંધી સાથે પણ ખૂબ જ નજીકનો સંબંધ હતો. બિગ બીના નાનાનું નામ સરદાર ખજાન સિંહ હતું જેઓ બેરિસ્ટર હતા. માતાની ફેમિલીને કારણે બિગ બી પોતાને પણ સરદાર જ માને છે.
આ જ સંદર્ભે અમિતાભ બચ્ચને પોતાના શો કૌન બનેગા કરોડપતિ પર વાત કરતાં જણાવ્યું હતું કે તમને થોડી પર્સનલ વાત જણાવી દઉં હું પણ અડધો સરદાર છું. મારી માતા પણ સિખ હતા. અહીંયા તમારી જાણ માટે તેજી બચ્ચનનું 21મી ડિસેમ્બર, 2007ના નિધન થયું હતું. આ ઉપરાંત થોડા વર્ષો પહેલાં બિહ બીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી એક કોલાજ ફોટો શેર કર્યો હતો જેમાં તેમના નાના પણ જોવા મળ્યા હતા. આ કોલાજમાં અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન બંને સિખ લૂકમાં જોવા મળી રહ્યા છે. પોસ્ટની કેપ્શનમાં બિગ બીએ લખ્યું હતું કે મારા નાના સરદાર ખજાન સિંહ સૂરી… અને મારા દીકરા સાથે…
બિગ બીના પિતા વિશે વાત કરીએ તો તેમનું નામ હરિવંશરાય બચ્ચન હતું અને તઓ હિન્દુ ધર્મને ફોલો કરતાં હતા. હરિવંશરાય બચ્ચન હિંદીના એક ખૂબ જ પ્રખ્યાત કવિ હતા અને 18મી જાન્યુઆરી, 2003ના તેમનું નિધન થઈ ગયું હતું.