અમિતાભ બચ્ચન KBC છોડી શકે છે! આ ફિલ્મસ્ટાર બની શકે છે શોનો નવો હોસ્ટ…

મુંબઈ: સદીના મહાનાયક તરીકે જાણીતા બોલીવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) છેલ્લા 25 વર્ષથી લોકપ્રિય રિયાલીટી શો ‘કૌન બનેગા કરોડપતિ'(KBC) હોસ્ટ કરી રહ્યા છે. આ શો આટલો હિટ થવા પાછળ અમિતાભ બચ્ચનનાની ભૂમિકા સૌથી વધુ છે. એક સમયે મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહેલી બચ્ચનની કારકિર્દીને પણ આ શો ટેકો આપ્યો હતો, જેથી આ શો તેમના માટે ખાસ છે. એવામાં ચર્ચા ચાલી રહી છે કે તેઓ આ શો છોડી શકે છે.
Also read : Amitabh Bachchan એ અયોધ્યામાં આ કારણે ખરીદી બીજી જમીન
બિગ બી હાલમાં KBC 16 હોસ્ટ કરી રહ્યા છે, જે ગત વર્ષે 12 ઓગસ્ટથી શરૂ થયો હતો અને છેલ્લા સાત મહિનાથી પ્રસારિત થઈ રહ્યો છે અને તેના 150 થી વધુ એપિસોડ થઇ ચુક્યા છે. અહેવાલો અનુસાર, કૌન બનેગા કરોડપતિના હોસ્ટ તરીકે 82 વર્ષીય અમિતાભ બચ્ચનની છેલ્લી સીઝન છે.
અહેવાલ મુજબ, KBC 15 ના છેલ્લા એપિસોડમાં બચ્ચને શોને ઈમોશનલ વિદાય આપી હતી. તેમણે ચેનલને તેમના ઉત્તરાધિકારી શોધવા માટે વિનંતી કરી હતી, પરંતુ ચેનલ બચ્ચનના સ્થાને કોઈ અન્ય યોગ્ય હોસ્ટ શોધી ના શકી, જેથી તેમણે KBC 16 પણ હોસ્ટ કરવું પડ્યું. પરંતુ હવે, શોની 16મી સીઝન લાંબા સમયથી ચાલી છે, એવું લાગે છે કે KBC ની આગામી સીઝનમાં એક નવો હોસ્ટ જોવા મળશે.
કોણ હશે નવો હોસ્ટ:

શોના નવા હોસ્ટ તરીકે લોકો કોને જોવા ઈચ્છે છે, એ માટે એક સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે મુજબ લોકો અમિતાભ બચ્ચનને બદલે શાહરૂખ ખાન(Shahrukh Khan)ને હોસ્ટ તરીકે જોવા ઈચ્છે છે. આ સર્વે હિન્દી ભાષી વિસ્તારોમાં 768 લોકો (408 પુરુષો, 360 સ્ત્રીઓ) વચ્ચે કરવામાં આવ્યો હતો.
સર્વેમાં લોકોએ KBCના હોસ્ટ ઐશ્વર્યા રાય બચ્ચન અને મહેન્દ્ર સિંહ ધોનીના નામ પણ લીધા હતાં. શાહરૂખ ખાન અગાઉં શોની સિઝન-3 હોસ્ટ કરી ચૂક્યો છે. પરંતુ, એ સિઝનને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો ન હતો. શરૂઆતમાં શોના રેટિંગ સારા હતા પરંતુ હોસ્ટ બદલાયા પછી તેમાં ઘટાડો થયો હતો.
Also read : પ્રેમને લઈને Rekhaએ આ શું કહ્યું, જયા બચ્ચન સાંભળશે તો…
જોકે, KBCના આગામી હોસ્ટ કોણ હશે અને બિગ બી તેને છોડશે કે નહીં તે હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી.