મનોરંજન

જ્યારે Rekhaએ હજારો લોકોની હાજરીમાં Amitabh Bachchanને આઈ હેટ યુ કહ્યું…

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને રેખા (Rekha)ની લવસ્ટોરી તો જગજાહેર છે. આજે પણ ફેન્સ રેખા અને અમિતાભ બચ્ચનને એક સાથે જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. કોઈ એવોર્ડ ફંક્શનમાં જો આ જૂના પ્રેમી-પંખીડાની એક આછી ઝલક પણ જોવા મળી જાય તો ફેન્સ માટે એ મોમેન્ટ ટ્રીટ સમાન બની જાય છે. આજે અમે અહીં તમારા માટે આ બંને સંબંધિત જ એક એવો કિસ્સો લઈને આવ્યા છીએ કે જેના વિશે જાણીને તમે પણ ચોંકી ઉઠશો. જ્યારે હજારો લોકોની વચ્ચે બિગ બીને રેખાએ હજારો લોકોની સામે આઈ હેટ યુ કહ્યું હતું. ચાલો જોઈએ શું છે આ કિસ્સો..
આ કિસ્સો 1981માં આવેલી ફિલ્મ સિલસિલા સાથે સંકળાયેલો છે. રસપ્રદ વાત તો એ છે કે બિગ બી અને રેખાની આ છેલ્લી ફિલ્મ હતી જેમાં તેઓ સાથે કામ કરી રહ્યા હતા. ત્યાર બાદ બંને જણ ક્યારેય સાથે જોવા મળ્યા નહોતા. ફિલ્મના અનેક કિસ્સા હજી પણ એકદમ પ્રખ્યાત છે. બિગ બી અને રેખા સિવાય જયા બચ્ચન પણ આ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળ્યા હતા.

આ ફિલ્મને એક કલ્ટ ક્લાસિક ફિલ્મ માનવામાં આવે છે, પરંતુ આ ફિલ્મ શૂટ કરવી મેકર્સ માટે પણ સરળ નહોતું. એક ઈન્ટરવ્યુમાં ખુદ રેખાએ આ કિસ્સા વિશે ખુલાસો કર્યો હતો. રેખાએ જણાવ્યું હતું આ ફિલ્મમાં એક સ્ટ્રેસફૂલ મોમેન્ટ હતી. જ્યારે તેને ઈમોશનલ આઈ હેટ યુ સીન દરમિયાન 15,000 લોકોની સામે ઈમોશનલ ડાયલોગ બોલવાના હતા. રેખાએ જણાવ્યું કે આ સીન તેમના જીવનનો સૌથી મુશ્કેલ સીન હતો.

Also read: અમિતાભ બચ્ચને માત્ર એક રૂપિયામાં કરી હતી ‘મોહબ્બતેં’…

રેખાએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ એક ખૂબ જ ઈન્ટેન્સ સીન હતો અને સવારે પાંચ વાગ્યાથી જ 15,000 જેટલાક લોકો સેટ પર હતા. મને ઘણા મોટા મોટા ડાયલોગ બોલવાના હતા અને રડવાનું પણ હતું. મેં યશજી પાસેથી સમય માંગ્યો પણ તેમણ ના પાડી દીધી. ત્યાર બાદ અમિતજીએ એક કિસ્સો સંભળાવ્યો અને જણાવ્યું કે જેમ્સ ડીનને ગાઈડ ફિલ્મમાં આવો જ અનુભવ થયો હતો. જોકે, ભીડની વચ્ચે અચાનક તેનાથી લઘુશંકા થઈ ગઈ અને ત્યાર બાદ તે પોતાની જાતને શક્તિશાળી માનવા લાગ્યા હતા.

અમિતાભ બચ્ચનના આ શબ્દોએ જાદુનું કામ કર્યું અને ફિલ્મની શૂટિંગ શરૂ થઈ તો સેટ પર બધા સાઈલેન્ટ થઈ ગયા. જ્યારે સીન પૂરો થયો અને રેખાજીએ અમિતાભ બચ્ચનને ગળે લગાવ્યા તો દર્શકોએ ઉત્સાહમાં આવીને ચિચિયારીઓ પાડી હતી.
બિગ બી અને રેખાની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રીને લઈને લાંબા સમય સુધી જાત જાતની વાતો થતી રહેતી હતી અને ફિલ્મ સિલસિલાએ આ સંબંધ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. રેખા અને બિગ બીએ 11 ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું અને દર્શકોને તેમની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button