Amitabh Bachchanએ રેખાને કેમ કહ્યું, હું એક પણ શબ્દ કહેવાનો નથી, મને કંઈ ના પૂછશો…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને રેખાની લવ સ્ટોરી ઈન્ડસ્ટ્રીની લેજેન્ડ લવ સ્ટોરીમાંથી એક છે. બંનેનો સંબંધ હંમેશાથી જ ફેન્સ અને ઈન્ડસ્ટ્રી માટે ચર્ચાનું કારણ રહ્યા છે. તેમના સો કોલ્ડ રોમેન્સની શરૂઆત ફિલ્મ દો અન્જાનેના સેટ પર થઈ હતી.
આ સમયે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના લગ્ન થઈ ગયા હતા, જેને કારણે રેખાને બીજી મહિલાનું ટાઈટલ મળ્યું. બંને જણે છેલ્લી વખત ફિલ્મ સિલસિલામાં સાથે કામ કર્યું હતું અને તેમની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીને ફેન્સે ખૂબ જ પસંદ કરી હતી.
આપણ વાંચો: Viral Video: રેખા અને શાહરુખ ખાનને સાથે ડાન્સ કરતાં જોઈને અમિતાભ બચ્ચને આપ્યું આવું રિએક્શન…
રેખાએ જણાવ્યું હતું કે સિલસિલા બાદ બિગ બીએ તેમની સાથે કામ નહીં કર્યું અને એને કારણે તેમને ખુબ જ નુકસાન થયું હતું. એક ઈન્ટરવ્યુમાં રેખાએ બિગ બી એમની સાથે કામ ન કરવા અંગે વાત કરતાં જણાવ્યું હતું કે મારા માટે આ નુકસાનદાયક છે.
અમિતજીની ફેનોમેનલ ગ્રોથને શેર કરવાનો મોકો નહીં મળ્યો. આ એક માત્ર તર્ક સંગત ઉત્તર જો હું વિચારી શકું છું એ એ છે કે અમિતજીની સાથે કો-સ્ટાર બનવા માટે એક ઈંતેજાર કરવા લાયક છે. બધું યોગ્ય સમયે યોગ્ય કારણથી થાય છે.
રેખાએ જણાવ્યું હતું મારું એવું માનવું છે કે ધીરજના ફળ મીઠા હોય છે અને એમાં સમયનું કોઈ મહત્ત્વ નછી. રેખાએ સમયે જણાવ્યું સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ઈન્ડસ્ટ્રીમાં તેમાન મિત્રોએ તેમને જણાવ્યું હતું કે બિગ બી હવે તેમની સાથે કામ નહીં કરે.
આપણ વાંચો: જો રેખાએ એ સમયે મને કહ્યું હોત તો હું જયાજીને ચોક્કસ મનાવી લેત…
એક અઠવાડિયા બાદ ઈન્ડસ્ટ્રીમાં દરેક વ્યક્તિ મને કહી રહી હતી કે બિગ બીએ પોતાના નિર્માતાઓને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ મારી સાથે કામ નહીં કરે. જ્યારે મેં એમને આ વિશે પૂછ્યું તો તેમણે મને કહ્યું હું એક શબ્દ પણ નથી કહેવા માંગતો. મને આ વિશે ના પૂછશો.
રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો જયા બચ્ચન શરૂ શરૂમાં ફિલ્મ સિલસિલામાં કામ કરવામાં કોઈ રસ નહોતો દેખાડ્યો. યશ ચોપ્રાને ત્રણેયને સાથે લાવવામાં ખુબ મુશ્કેલ લાગ્યું હતું. જોકે, ફિલ્મના ક્લાઈમેક્સે જયાને હા કહેવા પર મજબૂર કરી દીધા હતા.
સિલસિલાની સ્ટોરી રેખા, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન વચ્ચેના ઓફ સ્ક્રીન લવ ટ્રાયેન્ગલની આસપાસમાં ફરે છે. આ ફિલ્મ બાદ જયાજી અને અમિતાભે લગ્ન કરી લીધા હતા. જોકે, ફિલ્મ બાદ રેખા અને બિગ બીએ ક્યારે સ્ક્રીન શેર નહોતી કરી.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે પણ જયા બચ્ચન અને રેખા સાથે જાહેરમાં દેખાવવાનું ટાળે છે અને અમિતાભ અને રેખાજીને એક સાથે જોવા માટે ઉત્સુક હોય છે. ઈન્ડસ્ટ્રીમાં રેખા અને બિગ બીની લવ સ્ટોરી લોકોની ચર્ચાનું કારણ બને છે.