મનોરંજન

નોરા ફતેહીના ડાન્સ મૂવ્ઝ જોઈને બિગ બીએ આપ્યું એવું રિએક્શન, લોકોને યાદ આવ્યા જયા બચ્ચન

બોલીવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 83 વર્ષે પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ પોતાના ડે ટુ ડે લાઈફની અપડેટ્સ ફેન્સ સાથે શેર કરતાં રહે છે. હાલમાં જ અભિષેક બચ્ચને ફિલ્મ બી હેપ્પીના સોન્ગ સુલ્તાનાની જાહેરાત કરી હતી અને બિગ બીએ આ પોસ્ટને શેર કરીને જ એવું રિએક્શન આપ્યું હતું કે જોઈને નેટિઝન્સને જયા બચ્ચનની યાદ આવી ગઈ અને તેમણે તેમને ટેગ કરવાની રિક્વેસ્ટ પણ કરી દીધી હતી. બિગ બીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે. આવો જોઈએ શું છે ખાસ આ પોસ્ટમાં-

બિગ બીની આ ટ્વીટ જોતજોતામાં વાઈરલ થઈ રહી છે અને ફેન્સ તેના પર મજેદાર કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે અમિતજી પોતાની ફેક આઈડીને બદલે અહીંયા આવી ગયા. બીજા એક યુઝરે લખ્યું હતું કે કોઈ જયાજીને ટેગ કરો. ત્રીજા એક યુઝરે આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે જયાજીનો મૂડ એટલે જ ખરાબ રહે છે.
નેટિઝન્સ બિગ બીની પોસ્ટ પર આવી જ મજેદાર રમુજી કમેન્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Amitabh Bachchanને ત્રણ કલાક રાહ જોવડાવનાર હીરોને બિગ બીએ ભણાવ્યો એવો પાઠ કે…

વાત કરીએ બિગ બીના વર્ક ફ્રન્ટની તો બિગ બી હાલમાં લોકપ્રિય ક્વીઝ શો કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરી રહ્યા છે અને આ સિવાય તેઓ છેલ્લે ફિલ્મ કલ્કી એડી2898માં જોવા મળ્યા હતા. જ્યારે અભિષેક બચ્ચન આ પહેલાં ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોકમાં જોવા મળ્યો હતો અને હવે તે ફિલ્મ બી હેપ્પીના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મ ટૂંક સમયમાં જ થિયેટર્સમાં રીલિઝ થવા જઈ રહી છે.

આ પણ વાંચો: બોલ્ડ ડાન્સર નોરાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સિક્રેટ રિવીલ કરતા કહ્યું કે…

અભિષેક બચ્ચન તેની આગામી ફિલ્મ બી હેપ્પીને લઈને હાલમાં ખૂબ જ લાઈમલાઈટમાં છે તેણે હાલમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફિલ્મના આગામી ગીત સુલ્તાનાની જાહેરાત કરી હતી. આ ગીતમાં નોરા ફતેહી પણ છે. નોરાએ આ ગીતમાં હંમેશાની જેમ પોતાની સુંદર મૂવ્ઝ દેખાડી હતી. બિગ બીએ જુનિયર બચ્ચનના જ ટ્વીટને રિટ્વીટ કર્યું હતું અને કેપ્શનમ લખ્યું ઉફ… સુપર્બ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button