મનોરંજન

Abhishek Bachchanએ એવું તે શું કર્યું કે બિગ બીએ કહ્યું તે ખૂબ જ…

મેગા સ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 82 વર્ષે પણ એકદમ સુપર એક્ટિવ છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ પોતાના ફેન્સ સાથે ડે ટુ ડે લાઈફના અપડેટ્સ શેર કરતાં રહે છે. હાલમાં જ તેણે એક સોશિયલ મીડિયા પર દીકરા અભિષેક બચ્ચન (Abhishek Bachchan)માટે એક પોસ્ટ શેર કરી છે અને એમાં તેમણે લખ્યું છે કે આખરે એક પિતા માટે આનાથી વધારે ગર્વની તો શું વાત હોઈ શકે? આખરે જુનિયર બચ્ચને એવું કે શું કર્યું કે સિનિયર બચ્ચનની છાતી ગર્વથી ફૂલાઈ ગઈ હતી.

વાત જાણે એમ છે કે હાલમાં જ અભિષેક બચ્ચનની ફિલ્મ બી હેપ્પી રિલીઝ થઈ હતી અને આ ફિલ્મમાં લોકો અભિષેકના કામને ખૂબ જ વખાણી રહ્યા છે. સિનીયર બચ્ચન પણ દીકરાની થઈ રહેલી વાહવાહીથી ખૂબ જ ખુશ છે. આ જ અનુસંધાનમાં તેમણે પોસ્ટ શેર કરીને લખ્યું છે કે એક પિતા માટે આનાથી વધારે ગર્વની વાત કંઈ બીજી હોઈ જ ના શકે. અભિષેક બચ્ચનની ફિલ્મ બી હેપ્પીના વખાણથી હું ખૂબ જ ખુશ છું. તેમણે પોતાના ફેન્સને ફિલ્મ જોવા માટે અને અભિષેકના કામને પસંદ કરવા માટે ખુબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે.

બિગ બીએ પોતાની પોસ્ટમાં આગળ એવું પણ જણાવ્યું છે કે હું મારા તમામ ફેન્સ અને મિત્રોનો આભાર માનું છું જેમણે અભિષેકની ફિલ્મ બી હેપ્પી જોઈ છે અને તેને પ્રેમ આપ્યો છે. બિગ બીએ શનિવારે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને જુનિયર બચ્ચનના પર્ફોર્મન્સના વખાણ કર્યા હતા. બિગ બીએ લખ્યું હતું કે અભિષેક આજે બી હેપ્પી જોઈ. મને તારા પર ખૂબ જ ગર્વ છે. ખૂબ જ શાનદાર કામ કર્યું છે.

આ પણ વાંચો…તે સમયે યુવાનોએ છાનેમાને જોઈ હતી આ બોલ્ડ ફિલ્મ, આજે 50 વર્ષ પછી…

અત્રે ઉલ્લેખનીય છે કે આ એક ડાન્સ ડ્રામા ફિલ્મ છે. 14મી માર્ચના આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ પર રીલિઝ થઈ હતી. ફિલ્મને રેમો ડિસુઝાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં પરિવારના સપના, તાકાત અને પ્રેમની સાથે સાથે એક પિતા-પુત્રીના સંબંધોને દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મમાં અભિષેકની સાથે સાથે નોરા ફતેહી, ઈનાયત વર્મા, જોની લીવર અને હરલીન સેઠ્ઠી મહત્ત્વના રોલમાં છે.

બિગ બીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેઓ હાલમાં લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરતાં જોવા મળી રહ્યા છે અને દર્શકો આ શોને ખૂબ જ લોકપ્રિય કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button