અમિતાભ બચ્ચનની ₹3,190 કરોડની સંપત્તિ કોના ભાગે આવશે? દીકરી-દીકરા વચ્ચે કેવી રીતે વહેંચણી થશે?

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન 83 વર્ષે પણ એકદમ ફિટ એન્ડ ફાઈન છે. પોતાના આટલા લાંબા ફિલ્મી કરિયરમાં તેમણે અનેક સુપરહિટ ફિલ્મો આપી છે અને કરોડો ફેન્સના દિલો પર રાજ કર્યું છે. આજે પણ બિગ બી એકદમ એક્ટિવ છે અને મોટા પડદાની સાથે સાથે નાના પડદા પર પણ દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. કિંગ સાઈઝ લાઈફ જીવતા બિગ બી પાસે કરોડોની પ્રોપર્ટી છે, પણ શું તમને ખબર છે કે બિગ બીની આ પ્રોપર્ટીનો વારિસદાર કોણ છે અને તેની કેવી રીતે વહેંચણી કરવામાં આવશે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
અમિતાભ બચ્ચન બોલીવૂડના શહેનશાહ છે અને તેમણે ફિલ્મોની સાથે સાથે કૌન બનેગા કરોડપતિ જેવા ક્વીઝ શોથી પણ કરોડો રૂપિયાની પ્રોપર્ટી બનાવી લીધી છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર બિગ બી પાસે 3,190 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમની પાસે અનેક આલિશાન બંગલા છે જેમાંથી જલસા બંગલાની કિંમત 112 કરોડ રૂપિયા છે. આ સિવાય તેમની પાસે જનક અને વત્સ નામના બંગલા પણ છે અને એની કિંમત પણ કરોડોમાં છે.
બિગ બીને લક્ઝુરિયસ કારનો પણ શોખ છે અને તેમના કલેક્શનમાં બેન્ટલે કોન્ટિનેન્ટલ જીટી, રેન્જ રોવર, ઓટોબાયોગ્રાફી, રોલ્સ રોયસ, ફેન્ટમ, લેક્સસ એલેએક્સ570 અને ઓડી એ8એલનો સમાવેશ થાય છે. આ સિવાય બિગ બી પાસે 260 કરોડ રૂપિયાનું એક પ્રાઈવેટ જેટ છે.
વાત કરીએ બિગ બીની 3,190 કરોડની પ્રોપર્ટીની વહેંચણી કઈ રીતે થશે એની તો બચ્ચનની પ્રોપર્ટીના લીગલ વારિસ જયા બચ્ચન, અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન છે. જોકે, બિગ બીએ ક્યારેય શ્વેતા અને અભિષેકની વચ્ચે તફાવત નથી કર્યો અને તેઓ બંનેને એક સમાન પ્રેમ કરે છે. તેમણે વચ્ચે એક વખત જણાવ્યું હતું કે તેમની પ્રોપર્ટીની વહેંચણી બંને સંતાનો વચ્ચે બરાબર થશે.
2011માં આપેલા એક ઈન્ટરવ્યુમાં બિગ બીએ જણાવ્યું હતું કે જ્યારે હું મરી જઈશ ત્યારે મારી પાસે જે કંઈ પણ હશે કે મારી દીકરી અને દીકરા વચ્ચે સરખે ભાગે વહેંચી દેવામાં આવશે. બંને જણ વચ્ચે વચ્ચે કોઈ તફાવત નથી. જયા અને મેં બહુ પહેલાંથી જ આ વાત નક્કી કરી લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલાં જ બિગ બીએ પોતાનો પ્રતિક્ષા બંગલો દીકરી શ્વેતા બચ્ચનને ગિફ્ટ કરી દીધો હતો. આ બંગલાની કિંમત 50 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાઈ રહ્યું છે. ઐશ્વર્યા રાય-બચ્ચનને બિગ બીની પ્રોપર્ટીમાં કોઈ લીગલ હિસ્સો નહીં મળે પણ અભિષેક બચ્ચનની પત્ની હોવાને કારણે તેને અભિષેકના ભાગમાંથી તેને ભાગ મળી શકે છે.
બચ્ચન પરિવારમાં કોની કેટલી નેટવર્થ?
વાત કરીએ બચ્ચન પરિવારના સભ્યોની નેટવર્થની તો બિગ બીની નેટવર્થ 3,190 કરોડ રૂપિયા, જયા બચ્ચનની નેટવર્થ 1,083 કરોડ રૂપિયા, ઐશ્વર્યા રાય-બચ્ચનની નેટવર્થ 828 કરોડ રૂપિયા, અભિષેક બચ્ચનની નેટવર્થ 280 કરોડ રૂપિયા અને શ્વેતા બચ્ચનની નેટવર્થ 110 કરોડ રૂપિયા જેટલી છે.
આ પણ વાંચો…..ભગવાનની નહીં, માણસની મદદ કરો: અમિતાભ બચ્ચન ‘લાલબાગ ચા રાજા’ને દાન આપીને ટ્રોલ થયા