Amitabh Bachchanએ કેમ અભિષેકને કહ્યું કે હજી તો વર્ષ પૂરું નથી થયું અને તમે…

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 83 વર્ષેય પ્રોફેશન અને પર્સનલ લાઈફમાં સુપર એક્ટિવ છે. આ સિવાય તેઓ સમય સમય પર સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરીને ફેન્સ સાથે પોતાની ડે ટુ ડે લાઈફનું અપડેટ શેર કરતાં રહે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરીને અમિતાભ બચ્ચને દીકરા અભિષેક બચ્ચનના ભરપેટ વખાણ કર્યા છે. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું અભિષેક બચ્ચને કે બિગ બી પણ તેના વખાણ કરતાં થાકી નથી રહ્યા…
સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચનની એક પોસ્ટ વાઈરલ થઈ રહી છે જેમાં તેઓ દીકરા અભિષેક બચ્ચનની આ જ વર્ષે રીલિઝ થયેલી ત્રણ ફિલ્મોમાં કરેલા અભિનય બદ્દલ ભરપૂર વખાણ કર્યા છે. એટલું જ નહીં બિગ બીએ પોતાની પોસ્ટમાં એવું પણ જણાવ્યું છે કે જુનિયર બચ્ચનની આ ત્રણેય ફિલ્મો અને તેમણે નિભાવેલી ભૂમિકા ત્રણેય એકબીજાથી એકદમ અલગ છે.
આ પણ વાંચો: અમિતાભ બચ્ચને અભિષેકની ફિલ્મની પ્રશંસા કરીને લખ્યું કે…
બિગ બીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે એક વર્ષમાં ત્રણ ફિલ્મો કરી અને ત્રણેય ફિલ્મોમાં અલગ અલગ ભૂમિકાઓ. આઈ વોન્ટ ટુ ટોક, હાઉસફૂલ 5 અને કાલીધર લાપત્તા ત્રણેય ફિલ્મોમાં એવું પ્રદર્શન જે અત્યાર સુધી નથી જોવા મળ્યું. ક્યાંય એવું લાગ્યું જ નહીં કે તે અભિષેક બચ્ચન છે. નહીં ત્રણેય ફિલ્મો જોયા બાદ એવું જ લાગ્યું કે આ જ રોલ છે. આવું આજના યુગમાં જોવા મળ્યું એ ખરેખર અદ્વિતીય છે. અભિષેક તે દુનિયાને દેખાડી દીધું છે… દિલથી ખૂબ આશિર્વાદ, ખૂબ વ્હાલ… તમે મારા પુત્ર છો અને મને તમારા વખાણ કરતાં કોઈ રોકી શકે એમ નથી. હજી વર્ષ પૂરું પણ નથી થયું અને ખબર નહીં હજી તમે બીજા શું શું કરતબ દેખાડશો…
જોકે, આ પહેલી વખત નથી કે બિગ બીએ આ રીતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દીકરા અભિષેક બચ્ચનના જાહેરમાં વખાણ કર્યા હોય. આ પહેલાં તેઓ આવું અનેક વખત કરી ચૂક્યા. થોડાક દિવસ પહેલાં જ બિગ બીએ પોતાના ઉત્તરાધિકારીને લઈને એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે મારા સંતાન હોવાથી કોઈ મારા ઉત્તરાધિકારી નહીં બની શકે, પણ જે મારા ઉત્તરાધિકારી હશે એ મારા સંતાન હશે… બિગ બી પોતાની આ પોસ્ટથી શું કહેવા માંગતા હતા એ ફેન્સ સમજી શક્યા નહોતા.
આ પણ વાંચો: Aishwarya Rai-Bachchanની આ હરકતે હલાવી દીધા બચ્ચન પરિવારના પાયા, અભિષેક પણ…
અત્રે ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે જુનિયર બચ્ચનની ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોક ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થઈ હતી અને આ ફિલ્મને આઈડીબી દ્વારા 7.1ની રેટિંગ આપવામાં આવી હતી. આ સિવાય હાલમાં જ તેની ફિલ્મ હાઉસફૂલ-5 રિલીઝ થઈ હતી, જેણે બોક્સ ઓફિસ પર 183 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. છેલ્લે તેમની ફિલ્મ કાલીધર લાપત્તા રીલિઝ થઈ હતી અને આ ફિલ્મમાં પણ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થઈ હતી. આ ફિલ્મને પણ દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.