Amitabh Bachchanની એ પોસ્ટ કોના માટે? Maldives કે પછી…
Amitabh Bachchan Bollywoodના શહેનશાહ છે અને તેમની એક પોસ્ટ લાખો કરોડો લોકો સુધી પહોંચે છે અને ગણતરીની સેકન્ડમાં જ તે વાઈરલ પણ થઈ જાય છે. અત્યારે બિગ બીની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે પણ આ પોસ્ટ બિગ બીએ કોના માટે કરી છે એ સ્પષ્ટ નથી થઈ રહ્યું, કારણ કે એમની એ પોસ્ટ એકદમ સૂચક અને માર્મિક છે… આવો જોઈએ શું છે આ પોસ્ટ અને કેમ એ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.
બિગ બી સોશિયલ મીડિયા પર ખાસ્સા એવા એક્ટિવ રહે છે અને તે હંમેશા કોઈ પણ મુદ્દા પર એકદમ બેબાક થઈને પોતાના વિચારો વ્યક્ત કરે છે અને એકદમ અલગ રીતે રજૂ કરે છે. ગયા અઠવાડિયે માલદીવના પ્રધાનો દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે ભારત અને માલદીવના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે.
બોલીવૂડના અનેક સેલેબ્સ માલદીવના વિરોધમાં અને લક્ષદ્વીપના સમર્થનમાં આવી ગયા છે. એવામાં બિગ બી પણ કઈ રીતે એમાંથી બાકાત રહી જાય? આજે ફરી બિગ બીએ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક ટ્વીટ કર્યું છે અને આ ટ્વીટ વાંચીને સોશિયલ મીડિયા યુઝર્સ એવા ક્યાસ લગાવી રહ્યા છે કે આ ટ્વીટ બિગ બીએ માલદીવ માટે જ કરી છે.
બિગ બીએ ટ્વીટમાં લખ્યું છે કે અબ પછતાએ હોત ક્યા, જબ ચીડિયા ચૂગ ગઈ ખેત… બિગ બીની આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે અને નેટિઝન્સ એવા ક્યાસ લગાવી રહ્યા છે કે નિવેદન બાદ માલદીવ સરકાર દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપનારા ત્રણ પ્રધાનોને બરતરફ કરવામાં આવ્યા છે એના સંદર્ભમાં જ બિગ બીએ પોસ્ટ કરી છે.
દરમિયાન કેટલાક લોકો એવું અનુમાન પણ લગાવી રહ્યા છે કે આ પોસ્ટ બિગ બીએ પોતાના પરિવારમાં ચાલી રહેલાં ખટરાગના અનુસંધાનમાં પણ કરી હોઈ શકે છે. હવે બિગ બીએ પોસ્ટના માધ્યમથી કોના પર નિશાનો સાધવા માંગે છે એ તો તેઓ જ કહી શકે છે, પણ ત્યાં સુધી આપણે તો અંદાજો જ લગાવી શકીએ ભાઈસાબ…