મનોરંજન

ગયામાં આ કોણે કર્યું Amitabh Bachchanના માતા-પિતાનું પિંડદાન? બચ્ચન પરિવાર સાથે ખાસ સંબંધ…

ગઈકાલે બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પોતાના પિતાના હરિવંશરાય બચ્ચન અને માતા તેજી બચ્ચન માટે બિહારની મોક્ષનગરી ગણાતા ગયામાં પિંડદાન કરવામાં આવ્યું હતું. હવે તમને થશે કે એક દીકરો જ પોતાના માતા-પિતાનું પિંડદાન કરે એમાં નવાઈની વાત શું છે, બરાબર ને? પણ બોસ અહીંયા હરિવંશરાય અને તેજી બચ્ચનનું પિંડદાન બિગ બી નહીં પણ અંબાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું એ હાઈલાઈટ્સ છે. ચાલો જાણીએ શું છે આખી ઈનસાઈડ સ્ટોરી-

These three companies will go out of the hands of Anil Ambani.... Know who is the buyer...

સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર રવિવારે રિલાયન્સ કેપિટલના એમડી અનિલ અંબાણી (Anil Ambani) રવિવારે ગયામાં શ્રાદ્ધ કર્યું હતું. વિષ્ણુપદ મંદિર પરિસરમાં પિંડદાન સમયે અનિલ અંબાણીએ અમિતાભ બચ્ચનના માતા-પિતા તેમ જ પૂર્વજોનું પિંડદાન પણ કર્યું હતું. મળતી માહિતી અનુસાર અનિલ અંબાણીએ બિગ બીની સલાહ બાદ જ ગયામાં શ્રાદ્ધ અને પિંડદાન કર્યું હતું. બિગ બીએ તેમને પિતૃઓની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે ગયામાં જઈને પિંડદાન કરવાની સલાહ આપી હતી.

આ પણ વાંચો: Abhishek Bachchanએ દીકરી આરાધ્યા બચ્ચનના ખભે નાખી મોટી જવાબદારી, નિભાવી શકશે કે પછી…

અનિલ અંબાણી સાથે બિગ બી પણ ગયા આવવાના હતા અને આ એકદમ સિક્રેટ વિઝિટ હતી. પરંતુ કોઈ કારણસર બિગ બી ગયા પહોંચી શક્યા નહોતા. ત્યાર બાદ અનિલ અંબાણીએ જ ગયામાં શ્રાદ્ધ કરતાં કરતાં પોતાના મિત્ર અમિતાભ બચ્ચનના માતા-પિતાનું નામ લઈને પણ પિંડદાન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અનિલ અંબાણી અને અમિતાભ બચ્ચનના પરિવાર વચ્ચે ખૂબ જ સારો સંબંધ છે.

આ સમયે અનિલ અંબાણી સાથે પત્ની ટીના અંબાણી (Tina Ambani), મોટો દીકરો અનમોલ અંબાણી, વહુ કૃષા અંબાણી અને નાના પુત્ર અંશૂલ અંબાણી પણ જોવા મળ્યા હતા. પિંડદાન બાદ અનમોલ અંબાણીએ જણાવ્યું હતું કે હું પહેલી જ વખત ગયા ધામ આવ્યો છું અને અહીં આવીને મને ખૂબ જ લાગ્યું. પરંતુ અનિલ અંબાણી મીડિયાને કોઈ પણ બાઈટ્સ આપવાનો ઈનકાર કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button