અમિતાભ બચ્ચને હવે હર હર મહાદેવની પોસ્ટ મૂકીને જાણો યુઝર્સે શું કર્યું?

મુંબઈ: બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન પાછલા ઘણા દિવસોથી તેમના એક્સ એકાઉન્ટ પર ખાલી પોસ્ટ શેર કરી રહ્યા હતા, અમિતાભનું આવું અસામાન્ય વર્તન યુઝર્સ માટે રહસ્ય બની ગયું હતું. આ વર્તનને લઈને તેમને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટના પર કેટલાક લોકોએ મજાકની ભાષામાં પ્રતિક્રિયા આપી હતી. આજે (16 જૂન)ના રોજ અમિતાભે મહાદેવની એક તસવીર શેર કરી હતી. જે બાદ સોશિયલ મીડિયા અમિતાભ બચ્ચનના ચાહકોમાં હાસકારો આવ્યો.
T 5412(i) – हर हर महादेव !! pic.twitter.com/Njvpv9YVvw
— Amitabh Bachchan (@SrBachchan) June 16, 2025
અમિતાભની પોસ્ટે ખળભળાટ મચાવ્યો
અમિતાભ બચ્ચનની ખાલી પોસ્ટ્સને લઈને યુઝર્સે તેમની મજાક ઉડાવી, કેટલાકે તેને તેમની સોશિયલ મીડિયા ટીમની બેદરકારી ગણાવી. જોકે, ચાહકોએ મજાકિયા અંદાજમાં તેમનો બચાવ કર્યો. 16 જૂને બિગ બીએ મહાદેવની તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું, “હર હર મહાદેવ!!” આ પોસ્ટ બાદ ચાહકોએ કોમેન્ટ બોક્સમાં “હર હર મહાદેવ”ના નારા લગાવ્યા. કેટલાકે આને ખાલી પોસ્ટ્સનો આધ્યાત્મિક જવાબ ગણાવ્યો, જ્યારે અન્યએ તેને સામાન્ય ધાર્મિક પોસ્ટ ગણી.
યુઝર્સની પ્રતિક્રિયા
અમિતાભની આ પોસ્ટે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો. ઘણા યુઝર્સે તેમની આ પોસ્ટને ખૂબ પસંદ કરી અને જ્યારે મહદ અંશે ટ્રોલર્સ પણ આ પોસ્ટ બાદ શાંત થયા હતા. ચાહકોએ આ પોસ્ટને બિગ બીની શૈલી ગણાવી, જે હંમેશા ચર્ચામાં રહે છે. આ ઘટનાએ એકવાર ફરી સાબિત કર્યું કે અમિતાભની પોસ્ટ માત્ર પણ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે.
અમિતાભનું વર્કફ્રન્ટ
અમિતાભ બચ્ચન છેલ્લે ફિલ્મ ‘કલ્કિ’માં અશ્વત્થામાના રોલમાં જોવા મળ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, તેમણે ‘કલ્કિ 2’નું શૂટિંગ મે મહિનાથી શરૂ કરી દીધું છે, જેમાં તેઓ સુમતિ અને તેના બાળકની રક્ષા કરતા દેખાશે. આ ઉપરાંત, અમિતાભ ‘કૌન બનેગા કરોડપતિ’ની નવી સિઝનના હોસ્ટ તરીકે પણ જોવા મળશે, જેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. રિપોર્ટ્સ મુજબ, KBCની નવી સિઝન ઓગસ્ટ 2025માં પ્રસારિત થશે.
આ પણ વાંચો…“તમારી ઉમર થઈ ગઈ છે” મોડી રાત્રે આવી પોસ્ટ કરનાર યુઝર્સને અમિતાભ બચ્ચને આપ્યો જોરદાર જવાબ