અભિ-એશ પછી હવે Amitabh Bachchan-Jaya Bachchan વચ્ચે પણ ફૂટ પડી? પોસ્ટથી ફેન્સમાં મૂંઝવણ…

બોલીવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનની ગણતરી સદીના મહાનાયક કે મેગા સ્ટાર તરીકે કરવામાં આવે છે. હાલમાં જ અભિનેતાએ પોતાનો 83મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. છેલ્લાં કેટલાક સમયની વાત કરીએ તો બિગ બી પોતાની અજીબોગરીબ સોશિયલ મીડિયા પોસ્ટને કારણે નેટિઝન્સના નિશાના પર આવતા હોય છે.
હાલમાં જ બિગ બી ફરી એક વખત પોતાની પોસ્ટથી લોકોનું મગજ ચકરાવે ચડાવી દીધું છે પણ યુઝર્સ આ પોસ્ટ પર મજેદાર કમેન્ટ કરી રહ્યા છે. આવો જોઈએ શું છે ખાસ ખાસ પોસ્ટમાં…
આપણ વાંચો: કેબીસીમાં આવતા બાળકોની વર્તણૂકના વિવાદ વચ્ચે અમિતાભ બચ્ચને કોની માફી માગી
અમિતાભ બચ્ચને હાલમાં જ પોતાના એક્સ એકાઉન્ટ પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે નિકાલ દિયા… હવે બિગ બી પોતાની આ પોસ્ટથી શું કહેવા માંગે છે અને એનો અર્થ શું થાય છે એ વિચારતાં વિચારતાં જ યુઝર્સ માથું ખંજવાળવા લાગ્યા છે. કેટલાક યુઝર્સે તો આ પોસ્ટ પર રમૂજી કમેન્ટ કરી છે તો કેટલાક યુઝર્સ આ પોસ્ટ પર અભદ્ર ટિપ્પણી પણ કરી છે.
એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે તમને ખબર પડી હોય તો અમને પણ જણાવો. બીજા એક યુઝરે લખ્યું છે કે રેખાજીને દિલથી પણ જયાજીને ઘરથી? ત્રીજા એક યુઝરે લખ્યું છે કે અભિષેકને તમે ઘરથી કાઢી નાખ્યો કે શું? ચોથા એક યુઝરે કહ્યું કે સારું કર્યું, ખબર નહીં તમે 1973થી એમને કઈ રીતે સહન કરતાં હતા.
આપણ વાંચો: અમિતાભ બચ્ચન પર પણ ‘લાબૂબૂ ડોલ’નો ક્રેઝ, કારમાં ડોલ સાથે ડેશબોર્ડ પર દેખાઈ એવી વસ્તુ કે…
વધુ એક યુઝરે બિગ બીની આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે જયાજી સાથે દલીલ જ કેમ કરી? વળી એક દોઢડાહ્યા યુઝરે ફિલ્મ સિલસિલાનો ફોટો શેર કરતાં લખ્યું હતું કે માફી માંહી લો જયાજીની, કદાચ પાછા બોલાવી લે…
અમિતાભ બચ્ચન આ પહેલાં પોતાના જન્મદિવસે પણ વિચિત્ર પોસ્ટ કરીને ફસાયા હતા. એ પહેલાં બિગ બીએ રાતે અઢી વાગ્યે એવું લાગ્યું કે આખું બ્રહ્માંડ હલી ગયું એવી પોસ્ટ કરી હતી અને એ પોસ્ટ પર પણ ફેન્સે કમેન્ટ્સ કરીને મજા લીધી હતી. છેલ્લાં કેટલાક સમયથી બિગ બીના એકાઉન્ટ પરથી આવી જ પોસ્ટ થઈ રહી છે, જેનું કોઈ સાથે કોઈ કનેક્શન હોતું નથી. યુઝર્સ પણ બિગ બીના આવા વર્તનથી પરેશાન થઈ ગયા છે.
વાત કરીએ અમિતાભ બચ્ચનના વર્ક ફ્રન્ટની તો તેઓ હાલમાં કૌન બનેગા કરોડપતિની 17મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ ફિલ્મ કલ્કી એડી 2898ની સિક્વલમાં જોવા મળશે. બિગ બીનો દોહિત્ર અગત્સ્ય નંદા પોતાની પહેલી થિયેટ્રિકલ રિલીઝની તૈયારીમાં વ્યસ્ત છે. આ પહેલાં અગત્સ્ય ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝ સાથે ડિજિટિલ ડેબ્યુ કર્યું હતું.